ડીસામાં પેટ્રોલ-ડીઝલના સતત ભાવ વધારાનો વિરોધ આપ'ના કાર્યકરોએ ચક્કાજામ કરતા અટકાયત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-23 12:00:16
  • Views : 532
  • Modified Date : 2020-06-23 12:00:16

બનાસકાંઠામાં ડીસા ખાતે
પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મામલે વિરોધ પ્રદર્શન કરી રોડ ઉપર બેસીને ચક્કાજામ કરતા આમ આદમી પાર્ટીના ૧૦ કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે.
સમગ્ર ભારતભરમાં લોકડાઉન બાદ સતત જીવન જરૂરિયાત વસ્તુઓમાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે હાલ લોકોના જીવન પર મોટી અસર જોવા મળી રહી છે. સામાન્ય લોકો પર પેટ્રોલ ડીઝલના વધતા ભાવોનો બોજો સતત વધી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારાનો સિલસિલો ૧૬ માં દિવસે પણ યથાવત છે. પેટ્રોલની કિંમતમાં ૦.૩૩ પૈસા તો ડીઝલમાં ૦.૫૮ પૈસાનો વધારો થયો છે. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ જ્યાં ૮.૩૦ રૂપિયા પ્રતિ લીટર વધ્યા છે, તો ડીઝલ ૯.૪૬ રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સોમવારે સતત ૧૬ માં દિવસે ભાવમાં વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ઇંધણ તેલના ભાવમાં કોઇ વધારો અથવા મંદી જોવા મળતી નથી અને સપાટ કારોબાર ચાલી રહ્યો છે. જોકે, બેન્ચમાર્ક ઇંધણ તેલ બ્રેન્ટ ક્રુડના ભાવ ૪૨ ડોલર પ્રતિ બેલરની ઉપર ગયા છે. તો આ તરફ બનાસકાંઠા જિલ્લામાં પણ પેટ્રોલના ભાવમાં સતત વધારાના કારણે હવે વિવિધ પાર્ટીઓ મેદાનમાં આવી છે.
પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના કારણે આમ જનતા હેરાન થઈ રહી છે. જેના કારણે હાલ એક તરફ આમ જનતા
પાસે પૈસા નથી તો બીજી તરફ વધતા જતા ભાવ વધારાના કારણે લોકો હવે ભારે હેરાનગતિ ભોગવી રહ્યા છે. એક તરફ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડના ભાવ તળિયે બેસી ગયા છે. જ્યારે બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલમાં છેલ્લા પંદર દિવસથી સતત ભાવ વધારો કરતા લોકો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં ડીસા ખાતે આમ આદમી પાર્ટી ના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેરના મુખ્ય માર્ગ પર બંધ ગાડીને ધક્કો મારી પ્રદર્શન કારીઓ નાયબ કલેકટરને આવેદનપત્ર આપવા નીકળ્યા હતા. તેમજ ભાવ વધારો પાછો ખેંચો ના બેનરો સાથે રોડ પર બેસી કેન્દ્ર સરકાર સામે વિરોધ દર્શાવતા ડીસા દક્ષિણ પોલીસ
પણ દોડી આવી હતી અને વિરોધ કરતા આમ આદમી પાર્ટી ના ૧૦ કાર્યકરોની અટકાયત કરી વિરોધ કરતા અટકાવ્યા હતા.

Download Our B K News Today App



Related News