બનાસકાંઠામાં નકલી ચલણી નોટો ઘુસાડવાના કારસ્તાનનો પર્દાફાશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-04 10:51:07
  • Views : 610
  • Modified Date : 2019-08-04 12:00:25

બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે ધાનેરા ખાતેથી નકલી  ચલણી નોટો ઘુસાડવાના કારસ્તાનનો પર્દાફાશ કર્યો હતો. જેમાં ચાર શખ્સોની અટકાયત કરી તેમની પાસેથી નકલી ચલણી નોટો તેમજ નોટો બનાવવાની સાધન- સામગ્રી મળી કુલ રૂપિયા ૭૩,૧૫૦નો મુદ્દામાલ કબ્જે લઇ વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લામાં નકલી નોટો ઘુસાડવામાં આવે તે પહેલાં લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે ધાનેરાના ચાર શખ્સોને ઝડપી લીધા હતા. આ અંગે જિલ્લા પોલીસવડા પ્રદિપ સેજુલે જણાવ્યું હતું કે, લોકલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ.
પી.એલ.વાઘેલા, પીએસઆઇ એ. એ. ચૌધરીએ સ્ટાફના મોહનસિંહ, પ્રવિણચંદ્ર, પ્રવિણસિંહ, નરેશભાઇ, દિગ્વિજયસિંહ, જયપાલસિંહ, દિલીપસિંહ સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમીના આધારે ધાનેરા વ્હોરવાસના નાકા પાસેથી જિગ્નેશકુમાર છગનલાલ ઠક્કરને રૂપિયા ૩૨૦૦ની કિંમતની રૂપિયા ૨૦૦ના દરની નકલી નોટો સાથે ઝડપી લેવાયો હતો. જેની
પુછપરછમાં સમગ્ર કારસ્તાનનો પર્દાફાશ થયો હતો.

Download Our B K News Today App



Related News