થરાદમાં લૂંટ મામલે એક યુવકની કરપીણ હત્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-18 12:04:37
  • Views : 712
  • Modified Date : 2020-06-18 12:04:37

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં માત્ર ૪૫૦૦
રૂપિયાની લૂંટ મામલે એક યુવકની હત્યા કરાઇ છે. જે મામલે પોલીસે બે
આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
બનાસકાંઠાના સરહદી વિસ્તાર થરાદમાં પૈસાના લાલચુ લોકોએ માત્ર ૪૫૦૦ રૂપિયાની લૂંટ મામલે એક યુવકની કરપીણ હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ડીસા તાલુકાના ભડથ ગામે રહેતા સુરેશ દરબાર નામનો યુવક ૧૩ મી જુનના રોજ રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો.  જોકે બાદમાં થરાદ પાસે આવેલ નર્મદાની મુખ્ય કેનાલમાંથી તેની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવતા જ મૃતકના પિતાએ બે વ્યક્તિઓ પર શંકા હોઈ ફરિયાદ નોંધાવી હતી. જેમાં થરાદ પોલીસે તેના પિતાની ફરિયાદના આધારે ડીસા તાલુકાના કંસરી ગામે રહેતા શૈલેષ ભુતાજી રાજપૂત અને રોહિતજી બુધાજી રાજપૂત નામના બંને ભાઈઓની અટકાયત કરી હતી. જોકે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ કરતા આ બંનેની જગ્યાએ અન્ય આરોપીઓની સંડોવણી હોવાનું પણ બહાર આવ્યું હતું. જેથી
પોલીસે આ મામલે તપાસ કરી વાવના સપ્રેડા ગામના રહેવાસી અને મુખ્ય આરોપીઓ ભરત
પટેલ અને વિપુલ પટેલની સંડોવણી હોવાનું પણ બહાર આવતા જ આ બંને શખ્સોની
પોલીસે અટકાયત કરી ગુન્હો ડિટેકટ કર્યો છે. જોકે હત્યા
પાછળનું કારણ માત્ર ૪૫૦૦ રૂપિયાની લૂંટ કરવા ના ઇરાદે યુવકની નિર્મમ હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. થરાદમાં આવેલ અર્બુદાનગર સોસાયટીમાં ચારેય શખ્સોએ તેની કરપીણ હત્યા કરી લાશને પીપમાં ભરી નર્મદાની કેનાલમાં ફેંકી દીધી હતી.  ત્યારે હવે થરાદ પોલીસે આ બંને હત્યારાઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News