બટાકા, એરંડા, જીરૂ, મગફળી બાદ દાડમનો પાક પણ નિષ્ફળ બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં દાડમના પાકને કરોડોનું નુકસાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-26 10:54:50
  • Views : 585
  • Modified Date : 2019-11-26 10:54:50

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેમ લાગી રહ્યુ છે અને એક
પછી એક સમસ્યાઓના કારણે બનાસકાંઠામાં ખેડૂતો મોટુ નુકસાન વેઠી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના સરહદી પંથકમાં થતા દાડમના પાકમાં પણ પ્લગ નામનો રોગ થતા ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
બનાસકાંઠાના ખેડૂતોને
પડતા પર પાટુ જેવી પરિસ્થિતી સર્જાઈ છે. શરૂઆતમાં તીડ,  કમોસમી વરસાદ ,ત્યારબાદ ઈયળો અને હવે પ્લગ નામનો રોગ બનાસકાંઠાના ખેડૂતોને રડાવી રહ્યો છે. બનાસકાંઠામાં ખાસ કરીને સરહદી વિસ્તાર એવા લાખણી અને થરાદમાં
પંથકના ખેડૂતોએ પિયત માટે
પાણી કોઈ ખાસ વ્યવસ્થા ન હોવાના કારણે અહીં દાડમના
 પાકમાં ખેડૂતોએ દિવસ રાત મહેનત ઐતિહાસિક સફળતા હાંસલ કરી છે અને અહીં ૮૦ ટકા લોકો દાડમનું વાવેતર કરે છે. જોકે છેલ્લાં બે વર્ષથી દાડમનું વાવેતર કરતા ખેડૂતોને પણ મોટુ નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે. ગત વર્ષે દાડમનું
ઉત્પાદન શરૂ થયુ હતુ. પરંતુ ભાવ સારા ન મળતા ખેડૂતોને આવક સામાન્ય રહી હતી. આ વર્ષે કમોસમી માવઠાને કારણે ભેજનું પ્રમાણ વધી જતા ફુગજન્ય રોગનું પ્રમાણ વધી ગયુ છે અને આ કોલીટોટ્રેકમ ફુગથી  થતો પ્લગ નામનો રોગ દાડમના ફળમાં આવી જતા ખેડૂતોને તૈયાર થયેલો પાક નષ્ટ થવા
પામ્યો છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં દસ હજાર હેક્ટર જમીનમાં દાડમનું વાવેતર થાય છે. પરંતુ પ્લગ નામના રોગના કારણે ૫૦ થી ૬૦ ટકા જેટલું પાકમાં નુકસાન થયુ છે. જેના કારણે ખેડૂતો હવે અન્ય પાકની જેમ બાગાયતી પાકમાં પણ સરકાર મદદ કરે તેવી માંગ કરી છે. ખેતીવાડી વિભાગનું પણ માનવું છે કે દાડમની ખેતી કરતા ખેડૂતોને ૩૦ થી ૪૦ ટકા જેટલું નુકસાન થયુ છે. જેમાં હવે ખેડૂતો યોગ્ય માવજત કરે તો વધુ નુકસાનથી બચી શકાય તેમ કૃષિવિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકે સલાહ આપી હતી.

Download Our B K News Today App



Related News