કોરોનાની પતંગ બજાર ઉપર અસર પતંગના વેપારીઓને કરોડોનુ નુકસાનનો અંદાજ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-13 11:38:54
  • Views : 332
  • Modified Date : 2021-01-13 11:38:54

સમગ્ર ગુજરાતમાં દર વર્ષ ઉત્તરાયણનું પર્વ ધામધૂમપૂર્વક ઉજવણી થાય છે. પરંતુ આ વર્ષે કોરોના વાયરસની મહામારીના કારણે ઉત્તરાયણ પર્વ પર મોટી અસર જાેવા મળી રહી છે. ખાસ કરીને દોરી
પતંગ વેચતા વેપારીઓને ત્યાં ગ્રાહકો ના આવતા વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
 ગુજરાતમાં  દસ દિવસ અગાઉથી જ તમામ લોકો ઉત્તરાયણ પર્વની તૈયારીઓ કરી દેતા હોય છે. ખાસ કરીને  ઉત્તરાયણના પર્વમાં લોકો દોરી પતંગની સૌથી વધુ ખરીદી કરતા બજારમાં જાેવા મળતા હોય છે. ઉત્તરાયણના પર્વ નિમિત્તે લોકો બે દિવસ સુધી
પતંગ ચગાવી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરતા નજરે પડતા હોય છે.  દર વર્ષે આ સમયગાળા દરમિયાન બજારોમાં પતંગ રસિયાઓ
પતંગ અને દોરીની ખરીદી કરવા માટે પડાપડી કરતા હોય છે અને પતંગના વેપારીઓને
પણ આ સમયે બિલકુલ સમય મળતો નથી. પરંતુ આ વર્ષે પતંગના વેપારીઓ એકદમ નવરા જાેવા મળી રહ્યા છે.
 કોરોના વાયરસના લીધે તહેવારોની સિઝનમાં વેપાર કરતાં વેપારીઓ પર મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કોરોનાના લીધે   બે માસના લોકડાઉન દરમિયાન પતંગોનું ઉત્પાદન ઠપ્પ થઈ જતા આ વર્ષે
પતંગના ઉત્પાદનમાં ઘરખમ ઘટાડો નોંધાયો છે. આ
ઉપરાંત પશ્ચિમ બંગાળમાંથી આવતા વાંસની આવક પણ ઘટી જતા પતંગના ઉત્પાદન પર તેની મોટી અસર જાેવા મળી રહી છે. સરકાર દ્વારા ઉત્તરાયણ તહેવારને લઈને પ્રસિદ્ધ કરવામાં આવેલી ગાઈડલાઈને લઈ લોકોએ
પતંગ અને દોરીની ખરીદી ઓછી કરતાં પતંગ બજારમાં મંદી આવી હોવાનું
વેપારીઓ માની રહ્યા છે.
આમ તો જિલ્લામાં ઉત્તરાયણ પર્વના દસ દિવસ અગાઉ  પતંગ અને દોરીની ખરીદી માટે બજારમાં જાેવા મળતી ભીડ ચાલુ વર્ષે કોરોનાની મહામારીના કારણે ઓછી જાેવા મળી હતી. જેને લઈને
વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

Download Our B K News Today App



Related News