ડીસા તાલુકા સંઘમાં કરોડો રૂપિયાનું કૌભાંડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-02 10:58:33
  • Views : 575
  • Modified Date : 2020-10-02 10:58:33

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકા ખરીદ-વેચાણ સંઘમાં તપાસ દરમ્યાન ૪ કરોડ
રૂપિયાની ઉચાપત કરી હોવાનું બહાર આવતા જ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા નોટિસ આપવામાં આવી છે. ડીસા તાલુકા સંઘના તમામ વ્યવસ્થાપક કમિટીના સભ્યો પાસે ગેરરીતિ બદલ ખુલાસો માંગવામાં આવ્યો છે. જયારે સહકારની કલમ ૮૧ મુજબ વહીવટદાર કેમ નિયુક્ત ન કરવા તે માટે તમામ વ્યવસ્થાપક કમિટીના સભ્યોને જિલ્લા  રજિસ્ટ્રારે નોટિસ પાઠવી છે.
ઉત્તર ગુજરાતમાં  સહકારી ક્ષેત્રમાં કૌભાંડની ઘટનાઓ એક બાદ એક સામે આવી રહી છે. ઊંઝા એપીએમસીના કૌભાંડની તપાસ હજુ પૂર્ણ નથી ત્યાં ડીસા તાલુકા ખરીદ-વેચાણ સંઘની ગેરરીતિ સામે આવી છે. ખેડૂતો અને આગેવાનોની ફરિયાદોના આધારે જિલ્લા રજિસ્ટ્રારે તપાસ હાથ ધરી હતી. જે તપાસમાં
ચોંકાવનારી હકિકતો બહાર આવતા ડીસા તાલુકા સંઘની વ્યવસ્થાપક કમિટીને જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા નોટિસ
આપવામાં આવી છે. નોટિસમાં સ્પષ્ટ કર્યું છે કે, સહકારની કલમ ૮૧ મુજબ તાલુકા સંઘનો વહીવટી ગેરરીતિ મુજબ થઇ રહ્યો છે. ત્યારે વહીવટદાર કેમ નિયુક્ત ન કરવા ? તે માટેના ખુલાસા માટે તમામ સભ્યોને નોટિસ પાઠવી છે. જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા ગેરરીતિની બાબતો સામે આવતા તાલુકા સંઘના વ્યવસ્થાપક કમિટીમાં રહેલા સભ્યો પણ મુશ્કેલીમાં મુકાયા છે. તાલુકા સંઘનો તમામ વહીવટ ચેરમેન દ્વારા થતો હતો. જેથી ગેરરિતી મામલે તેઓ કંઇ જાણતા નથી અને જો તેમાં ગેરરીતિ હોય તો સરકારના નિયમ મુજબ કાર્યવાહી થવી જોઈએ. તેવું વ્યવસ્થાપક કમિટીના સભ્યો
પણ કહી રહ્યા છે. બનાસકાંઠાના વેપારીમથક ડીસામાં ખેડૂતોમાં હિત માટે ખેડૂતો દ્વારા ૧૯૫૫ માં ધી ડીસા તાલુકા ખરીદ-વેચાણ સંઘની સ્થાપના કરવામાં આવી હતી અને ખેડૂતોના હિતમાં બનાવવામાં આવેલ આ સંઘમાં ૨૦૧૭ થી સત્તા
પરિવર્તન બાદ અનેક
ગેરરીતિઓ થઈ રહી હોવાની રજુઆત ખુદ સંઘના ડિરેક્ટરો અને ખેડૂતો દ્વારા જિલ્લા રજિસ્ટ્રારને કરતા રજિસ્ટ્રાર દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. જેમાં તપાસ દરમ્યાન અનેક ગેરરીતિઓ સામે આવી હતી. જેમાં રૂ. ૪૦ લાખનો સ્ટોક ખરાબ થયાનું બતાવી ગેરરીતિ કરાઈ હતી. તો રજિસ્ટ્રેશન વગરની અનેક મંડળીઓને ખાતર આપી સ્ટોક સગેવગે કરવામાં આવ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તો દુકાનો હરાજી કરવાના બદલે બંધ કવરમાં ભાવ મંગાવી વેચાણ કરતા સંઘને વ્યાપક નુકસાન જણાઈ આવેલ. તેમજ મગફળી ખરીદીમાં ૪૦૦ બોરી ગોડાઉન માટે રવાના કરેલ. જે ગોડાઉનમાં ન પહોંચતા
રૂ. ૬.૪૪ લાખ ફંડમાંથી ચૂકવી સંઘને નુકસાન કરાવેલ હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. સંઘના ચેરમેન દશરથ દેસાઈ દ્વારા સંઘમાં ભરતીમાં
પારદર્શકતા ન હોવાનું સામે આવ્યું હતું. તો ભાડા ભથ્થાઓમાં રૂ. ૧.૪૮ લાખ બોર્ડની મંજૂરી વગર ચેરમેન દશરથ દેસાઈ દ્વારા રકમ ચૂકવી દેવાતા પણ સંઘને નુકસાન થયાનું માલુમ પડતા હવે જિલ્લા રજિસ્ટ્રારએ ચેરમેન સહિત ૧૯ બોર્ડ ઓફ ડિરેક્ટરોને નોટિસ
પાઠવી ૬ ઓક્ટોબર’ ૨૦૨૦ ના રોજ હાજર રહેવા આદેશ કર્યો છે. સાથે કલમ ૮૧ મુજબ બોર્ડ ઓફ ડિરેકટરોની બેદરકારી અને નિષ્કાળજી દાખવેલ છે. તે બદલ બોર્ડની સત્તાઓ દૂર કરી વહીવટદાર નિમવા કાર્યવાહી હાથ ધરાઈ છે.
જોકે ડિરેકટરોએ જણાવ્યું હતું કે, ગેરરીતિઓ બાબતે અમને કોઈ જ જાણ નથી. બોર્ડમાં ક્યારેય કોઈ બાબતની ચર્ચા થઈ નથી અને અમે પણ ઇચ્છતા હતા કે, તપાસ થવી જોઈએ. ચેરમેન મનમાની ચલાવી એકહથ્થું શાસન ચલાવી રહ્યા હતા. અમે તો એવું માનીએ છીએ કે, વહીવટદારની નિમણુંક થાય અને ગેરરીતિ કરનારા સામે ફોજદારી ગુન્હો દાખલ કરે. સંઘમાં ગેરરીતિઓ બાબતે અનેક વખત ખેડૂતો અને સંઘના ડિરેક્ટરોએ પણ રજુઆત કર્યા બાદ જિલ્લા રજિસ્ટ્રારની કમિટીએ તપાસ કરી કૌભાંડો બહાર લાવ્યા છે. ત્યારે હવે ખેડૂતોની સંસ્થા સાથે
ગેરીરીતિઓ કરનાર સામે ફોજદારી ગુન્હો દાખલ થાય અને કડક કાર્યવાહી થયા જે માટે ખેડૂતોની માંગ છે.

જિલ્લા રજિસ્ટ્રારની કમિટીની
તપાસમાં શું બહાર આવ્યું ?
૧. ભરતી પ્રક્રિયામાં પારદર્શકતા નથી
૨. ચેરમેને ભાડાંની રકમ રૂ. ૧.૪૮ લાખ મનસ્વી રીતે ચૂકવી
૩. રોજબરોજની સિલક કરતા બેન્કમાં વધુ રકમ જમા કરાવવી
૪. સ્ટોકની ભૌતિક ચકાસણી સમયાંતરે ન થતા બેદરકારી દાખવી
૫. રૂ. ૪૦ લાખનું ખાતર, બિયારણ અને જંતુનાશક દવાનો સ્ટોક બગડી ગયેલો બતાવી માંડવાળ કરી
૬. રૂ. ૨ કરોડનો માલસ્ટોક છે પણ હાજર સ્ટોક નથી
૭. જે મંડળીઓને ઉધાર આપવામાં આવેલ તે મંડળી લાયસન્સ ધરાવતી નથી
૮. સિલક ઉક્ત સમયની ચકાસણી કરતા વધુ સિલક હાથ પર રાખેલ છે
૯. સંઘ દ્વારા બનાવાયેલ શોપિંગમાં ચેરમેન દ્વારા ભ્રષ્ટાચાર આચરેલ
૧૦. મગફળીની ૪૦૦ બોરી ગોડાઉન સુધી પહોંચી નહિ, છતાં રૂ. ૬,૪૪,૦૦૦/- ચૂકવી દીધા

ભડથના યુવાને કૌભાંડની તપાસ ચાર માસ પહેલા માંગી હતી
 ડીસા તાલુકા સંઘમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાની રજૂઆત ટિ્‌વટ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને  ભડથના યુવાન અર્જુનસિંહ બી. વાઘેલાએ કરી હતી. છેવટે તપાસ થતાં કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું છે. આ યુવાને ચાર માસ
પહેલાં રજૂઆત કરી ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો હતો.

Download Our B K News Today App



Related News