યાત્રાધામ ભોરલ-ઢીમા-સપ્રેડા જોડતો ગામમાંથીહાઈવે રોડ રૂ.૩.૫૦ કરોડનાં ખર્ચે નવીન બનશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-05 12:51:58
  • Views : 495
  • Modified Date : 2019-08-05 12:51:58

સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમા બસસ્ટેન્ડથી ભોરોલ રોડને જોડતો ગામમાંથી પસાર થતો બે કિમિનો ડામર રોડ અને ઢીમાધામના બસસ્ટેન્ડથી ગામમાંથી સપ્રેડા રોડને જોડતો ૧.૫ કિમીનો રોડ ૧૨ થી ૧૪ ફૂટ પહોળો કરવામાં આવશે. જેની કામગીરીઓ ટૂંક સમયમાં જ ચાલુ કરાશે.
ઢીમા ગ્રામજનોની અનેક રજૂઆતો અને યાત્રાધામ ઢીમા ગ્રામપંચાયતની અનેક લેખિત રજૂઆતો કરી હતી. ઢીમા જિલ્લા પંચાયત સદસ્ય પતિ હરેશભાઈ પટેલ દ્વારા પણ લેખિત રજૂઆતો કરી હતી. વાવના ધારાસભ્યની વિધાનસભામાં રજૂઆતને
પગલે તાજેતરમાં જ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા આ રોડની મંજૂરી આપવામાં આવતાં શ્રદ્ધાળુઓ સહિત ગ્રામજનોમાં આનંદની લાગણીઓ ફેલાઈ છે.
મળતી માહિતી મુજબ, સરહદી વિસ્તારમાં આવેલ
પવિત્ર યાત્રાધામ ઢીમામાં શ્રી ધરણીધરજી ભગવાનનું વિશ્વ વિખ્યાત મંદિર આવેલું છે તો વળી દર પૂનમે લાખ્ખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. ત્યારે ઢીમા ગામમાંથી બહાર નીકળવાનો મેઈન રોડ આઝાદી માલ્યાને વર્ષો પછી પણ ડામર રોડ નહીં કરવાથી ચોમાસામાં આ રસ્તો વરસાદી પાણીથી ભરાઈ જાય છે. તો વળી ઢીમાની પ્રા. શાળા અને માધ્યમિક શાળાઓ બન્ને આ રોડ પર હોવાથી શાળાએ જતાં બાળકોને વાહનચાલકો દ્વારા પુરઝડપે જવાથી ગંદકીમાં થવું પડતું હતું. તો વળી રસ્તો રેતીયાળ હોવાથી ટુવ્હીલ લઈને પસાર થવાતું નહોતું. તો વળી ભોરોલ પટ્ટામાં આવતાં ગામડાઓ સહિત રાજસ્થાનના શ્રદ્ધાળુઓને પણ ફાયદો થશે. ગામને જોડતો અને ગામનો એકમાત્ર મુખ્ય રોડને ડામર કરવાની વર્ષોજુની માંગ પુરી થતાં ગ્રામજનોમાં આનંદ ફેલાયો છે.

Download Our B K News Today App



Related News