પાલનપુર પાલિકાના કચરા કલેકશનમાં રૂપિયા ૨.૪૦ કરોડનું કૌભાંડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-28 11:30:13
  • Views : 404
  • Modified Date : 2020-02-28 11:30:13

પાલનપુર નગરપાલિકાના પ્રમુખ અને તત્કાલિન ચિફ ઓફિસર દ્વારા ડોર ટુ ડોર ઘન કચરા કલેકશન તેમજ ઓપન સ્પોટો ઉપરથી કચરો – ગંદકી નિકાલ કરવાની કામગીરીમાં રૂપિયા ૨,૪૦,૦૦,૦૦૦નું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપો ઉઠવા પામ્યા છે. આ અંગે નગરપાલિકાના ભાજપના પૂર્વ પ્રમુખ અને વર્તમાન સદસ્ય દ્વારા
મ્યુનિસિપાલિટી કમિશ્નરને લેખિત રજૂઆત કરી કૌભાંડીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ નાણાંની વસુલાત કરવાની માંગણી કરવામાં આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
પાલનપુર નગરપાલિકાના ભાજપના પૂર્વ પ્રમુખ અને વર્તમાન સદસ્ય અમૃતભાઇ ચુનીલાલ જોષીએ ગાંધીનગર મ્યુનિસિપાલીટી કમિશ્નરને કરેલી રજૂઆતમાં આક્ષેપો કરતાં જણાવ્યું છે કે, પાલનપુર નગરપાલિકાના પ્રમુખ અશોક ઠાકોર અને તત્કાલિન ચિફ ઓફિસર પંકજ બારોટે તારીખ ૦૧-૦૧-૨૦૧૯
૧-૧-૨૦૨૦ દરમિયાન દરબાર વેસ્ટ કોર્પોરેશનને ડોર ટુ ડોર ઘન કચરા કલેકશન તેમજ ઓપન સ્પોટો ઉપરથી કચરો - ગંદકી નિકાલ કરવાની કામગીરી આપવામાં આવી હતી. જોકે, આ કામગીરી આજ કોન્ટ્રાકટરને મળે તે માટે ટેન્ડરમાં નોટિસમાં ખોટી અને જરૂરીયાત ન હોય તેવી ૬૫ શરતો રાખી તે શરતોનો ભંગ કરી રૂપિયા ૨,૪૦,૦૦,૦૦૦નું કૌભાંડ આચરવામાં આવ્યું છે.

Download Our B K News Today App



Related News