તાલુકા પંચાયતમાં ર્નિવિધ્ને કારોબારી ચેરમેનની વરણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-25 11:06:59
  • Views : 341
  • Modified Date : 2020-12-25 11:06:59

ગાંધીનગર તાલુકા
પંચાયતની ચાલુ ટર્મમા
પહેલીવાર શાંત વાતાવરણમાં ચેરમેનની ચૂંટણી સંપન્ન થઇ છે. કારોબારી ચેરમેનની અઢી વર્ષ
પુરી થતા નવા ચેરમેન તરીકે ધણપ બેઠકના વનીતાબેન સોલંકીને નવા ચેરમેન બનાવાયા હતા. તમામ સભ્યોની સર્વ સંમતિથી આ પ્રક્રિયા માત્ર
૫ મીનીટમાં પુરી થઇ ગઇ હતી.
ગાધીનગર તાલુકા
પંચાયતમાં કોંગ્રેસની બહુમતિ હોવા છતા ભાજપ દ્વારા અઢી વર્ષ શાસન કરવામાં આવ્યુ હતુ. પ્રમુખ ઉપપ્રમુખ
ભાજપના બન્યા હતા. જ્યારે ચેરમેન કોંગ્રેસના બન્યા હતા.
પરંતુ ચેરમેન નખ વિનાના સિંહ જેવા રહ્યા હતા. તેમને કોઇ જ સત્તા આપવામાં આવી ન હતી. જ્યારે ૧૫ ડીસેમ્બરે ચેરમેનની અઢી વર્ષની મુદત પુરી થતા ગત સામાન્ય સભામાં કારોબારી સભ્યોની વરણી કરાઇ હતી. જ્યારે આજે ગુરૂવારે ચેરમેનની વરણી કરાઇ હતી.
નવા કારોબારી ચેરમેન તરીકે ધણપ બેઠકના અને મહુન્દ્રાના રહેવાસી વનિતાબેન જિતેન્દ્રસિંહ સોલંકીને તાજ
પહેરાવવામાં આવ્યો હતો. વનિતાબેનની દરખાસ્ત ચિલોડા બેઠકના ઉમેદવાર આશાબેન બિરેનકુમાર પટેલે કરી હતી. ઉલ્લેખનિય છેકે, રાંધેજા બેઠકના ઉમેદવાર અને ચાલુ ચેરમેન રસિકજી ઠાકોર દ્વારા તેમને ફરીથી ચેરમેન બનાવવામા આવે તે માટે એડીચોટીનુ જાેર લગાવવામા આવ્યુ હતુ. પરંતુ તેઓ ચેરમેન બની શક્યા જ હતા.
ગત સામાન્ય સભા પહેલા ઠાકોર સમાજના સદસ્યો દ્વારા પ્રમુખની ચેમ્બરમાં જ ગાળાગાળી કરવામાં આવી હતી.પરંતુ આજે ચેરમેનની વરણીમા એક પણ સદસ્યએ વિરોધ કર્યો ન હતો અને સુઃખરૂપ તમામ પ્રક્રિયા પુરી થઇ ગઇ હતી. વનિતાબેનના પતિ જિતેન્દ્રસિંહ યુથ કોંગ્રેસ પ્રમુખ તરીકે કામગીરી કરી રહ્યા છે.

Download Our B K News Today App



Related News