કરણીસેનાના અધ્યક્ષ રાજ શેખાવતે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી, પોલીસે કરી અટકાયત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-04-09 12:25:25
  • Views : 303
  • Modified Date : 2024-04-09 12:25:25

પરશોત્તમ રુપાલા નિવેદનના પગલે રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે ગાંધીનગરના કમલમ ખાતે રાજપૂત સમાજે ઘેરાવો કર્યો છે. ત્યારે આજે કરણીસેનાના રાજ શેખાવતે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. રાજ શેખાવતની અમદાવાદ એરપોર્ટ પરથી જ તેમની અટકાયત કરવામાં આવી છે.  રાજશેખાવતે  એક વીડિયોમાં જણાવ્યુ હતુ કે જો અમને જો કમલમ સુધી પહોંચવા દેવામાં નહીં આવે તો આત્મવિલોપન કરીશું. અમદાવાદ એરપોર્ટ પરથી અગાઉ એવા સમાચાર આવ્યા હતા કે રાજ શેખાવતને નજર કેદ કરવામાં આવ્યા છે. પરંતુ તેઓ એરપોર્ટની બહાર આવતાની સાથે એરપોર્ટ પર ઉપસ્થિત પોલીસના કાફલાએ રાશ શેખાવતની અટકાયત કરવામાં આવી છે. રાજ શેખાવતે આજે 2 વાગ્યે ગાંધીનગરના કમલમ પર પોંહચવાનું આહવાન કર્યું હતુ.

 

 

Download Our B K News Today App



Related News