ડીસા તાલુકાના નેસડા ગામે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાની મીટિંગ યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-08 06:28:28
  • Views : 482
  • Modified Date : 2019-04-08 06:28:28

ડીસા તાલુકાના જુનાનેસડા ગામે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાની મીટિંગ હનુમાન દાદાના મંદિરે યોજવામાં આવી હતી. ગતરોજ તારીખ ૭/૪/૨૦૧૯ ના રોજ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમા ઉપસ્થિત રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના બનાસકાંઠા જિલ્લા પ્રમુખ મલસિંહ ચૌહાણ, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના બનાસકાંઠા જિલ્લા પ્રભારી રામસિંહ વાઘેલા, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ડીસા તાલુકા પ્રમુખ સંજયસિંહ ડી. સોલંકીના અધ્યક્ષસ્થાને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામ સમિતિ બનાવી હોદ્દા આપવામાં આવ્યા હતા. જેમા ઉપસ્થિત જગતસિંહ સોલંકી, કેશરસિંહ રાઠોડ, બનાસકાંઠા જિલ્લાના સંગઠન મંત્રી પૂનમસિંહ રાઠોડ, ડીસા તાલુકા મીડિયા સેલ પ્રભારી ભેમસિંહ રાઠોડ, મુડેઠા ગ્રામ સમિતી પ્રભારી સુરતુભા રાઠોડ, ડીસા તાલુકા સહસંગઠન મંત્રી રઘુસિંહ રાઠોડ, ડીસા તાલુકા મહામંત્રી તથા મોટી સંખ્યામાં લોકો હાજર રહી મીટિંગનું આયોજન રાખવામાં આવ્યું હતું.


Download Our B K News Today App



Related News