કર્ણાટક કટોકટી ઃ કુમારસ્વામી સરકાર હવે લઘુમતિમાં આવી બેંગલોર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-09 12:11:42
  • Views : 435
  • Modified Date : 2019-07-09 12:11:42

કર્ણાટકમાં સંકટમાં મુકાયેલી સરકાર હવે લઘુમતિમાં આવી ગઇ છે. જેડીએસ અને કોંગ્રેસના ૧૩ ધારાસભ્યોના રાજીનામા બાદ હવે એક અપક્ષ ધારાસભ્યે રાજીનામુ આપી દેતા મુખ્યપ્રધાન કુમારસ્વામીના નેતૃત્વમાં સરકાર પર ખતરો વધારે વધી ગયો છે. સરકાર હવે લઘુમતિમાં આવી ગઇ છે. ૧૩ ધારાસભ્યોના રાજીનામા બાદ હવે અપક્ષ ધારાસભ્ય નાગેશે પણ સરકારને તેમનુ સમર્થન પરત લઇ લીધુ છે. આની સાથે જ શનિવારથી લઇને હજુ સુધી કોંગ્રેસ-જેડીએસ સરકાર પાસેથી ૧૪ ધારાસભ્ય ઓછા થઇ ગયા છે. ગૃહમાં તેમની સભ્યોની સંખ્યા ઘટીને ૧૦૪ થઇ ગઇ છે. જ્યારે મુખ્ય વિપક્ષી પાર્ટીની પાસે વિધાનસભામાં સભ્યોની સંખ્યા ૧૦૫ રહી ગઇ છે. આવી Âસ્થતીમાં ભારતીય જનતા પાર્ટી સરકારની રચના કરવા માટેના પ્રયાસ કરી શકે છે. અપક્ષ ધારાસભ્ય નાગેશે ગવર્નર વજુભાઇ વાળાને પત્ર લખીને કોંગ્રેસ-જેડીએસ સરકારને સમર્થન પરત લેવાની જાહેરાત કરી છે. સાથે સાથે એવી સ્પષ્ટતા પણકરી છે કે જા  ભાજપ સરકાર બનાવે છે અને સમર્થન માંગે છે તો સાથ આપશે. 


Download Our B K News Today App



Related News