કર્ણાટક વિધાન પરિષદના ડેપ્યૂટી સ્પીકરનો મૃતદેહ મળ્યો, ગૃહમાં ધક્કા-મુક્કીથી દુખી હતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-29 12:02:53
  • Views : 236
  • Modified Date : 2020-12-29 12:02:53

    કર્ણાટક વિધાન પરિષદના ડેપ્યુટી સ્પીકર અને JDS નેતા એસ એલ ધર્મેગૈડા(64)નો મૃતદેહ મંગળવારે ચિકમગલૂરના કડૂરમાં રેલવે ટ્રેક પર મળ્યું. સાથે એક સુસાઈડ નોટ પણ મળી છે. પોલીસ પણ હાલ સમગ્ર ઘટનાને સુસાઈડ એંગલથી તપાસી રહી છે. ધર્મગૌડાની આત્મહત્યાનું કારણ હજી સ્પષ્ટ થઈ શક્યું નથી. પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે સુસાઈડ નોટમાં વિધાન પરિષદમાં થયેલા હોબાળાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.15 ડિસેમ્બરે કર્ણાટક વિધાન પરિષદમાં ભાજપ-જેડીએસ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે ધક્કામૂક્કી થઈ હતી. કોંગ્રેસ સભ્યોએ ધર્મેગૌડા સાથે પણ ધક્કામૂક્કી કરી હતી અને તેમને ખુરશી પરથી ધક્કો મારી દીધો હતો. આ ઘટનાથી ધર્મગૌડા ખૂબ દુખી હતા. ગૌડા સોમવારે સાંજે કારથી તેમના ફાર્મહાઉસ માટે નીકળ્યા હતા પરંતુ ઘણી વાર પછી પણ પરત ન ફરતાં તેમના પરિવારે અને સ્ટાફે તેમની શોધ શરૂ કરી હતી. માનવામાં આવે છેકે, ગૌડાએ રસ્તામાં તેમના ડ્રાઈવરને રોકીને કોઈને મળવું છે એમ કહીને એકલા જ આગળ ચાલતા થયા હતા.

    ધર્મગૌડાનો મૃતદેહ મળતાં મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ દુખ વ્યક્ત કર્યું છે. પૂર્વ વડાપ્રધાન એચ.ડી દેવગૌડાએ કહ્યું છે કે, ધર્મગૌડાના નિધનથી સમગ્ર રાજ્યને નુકસાન થયું છે. તેઓ એક સજ્જન નેતા હતા.


Download Our B K News Today App



Related News