ગુજરાત સ્થાપના દિને હેપ્પી યુથ ક્લબે કર્યુ કોરોના વોરિયર્સ પોલીસ કર્મીઓનું અભિવાદન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-02 11:43:30
  • Views : 502
  • Modified Date : 2020-05-02 11:43:30

ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી ઓકડાઉનમાં રહીને પણ દરેકે પોત પોતાની રીતે કરી હતી. ગાંધીનગરના સેવાભાવી યુવાનોની સંસ્થા હેપ્પી યુથ ક્લબ દ્વારા આ પ્રસંગે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ સમા પોલીસ કર્મચારીઓને બિરદાવીને ઉજવણી કરી હતી.
દેશભરમાં ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ તરીકે પોલીસ અને અન્ય સુરક્ષા કર્મચારીઓ, સહયોગી એઅજન્સીઓના જવાનો તેમજ સ્વયંસેવી સંસ્થાઓના જવાનો પોતાના જીવની ફિકર કર્યા વિના તૈનાત છે. આ ઉપરાંત તબીબો, ર્નસિંગ સ્ટાફ, પેરા મેડિકલ સ્ટાફ, સફાઇ કર્મચારીઓ, ફાયર બ્રિગેડ, બેંક અને વિજળી-પાણી જેવી જીવનજરૂરી સેવાઓના કર્મચારીઓ તેમજ જરૂરીયાતમંદોને ચા-નાસ્તાથી લઇને ભોજન સેવા તથા અનાજ-કરિયાણાની કીટ વિતરણ કરતા સ્વયંસેવકો વગેરે પોતાને કોરોના વાયરસનો ચેપ લાગવાનું જોખમ હોવા છતાં પોતાની ફરજ બજાવે છે. આ તમામને બિરદાવવાના તથા તેમનો આભાર માનવાના પ્રતિકરૂપે ગાંધીનગરના સેવાભાવી યુવાનોની સંસ્થા હેપ્પી યુથ ક્લબ દ્વારા ગાંધીનગરના વાવોલ ખાતેની પોલીસ ચોકીના પી.એસ.આઈ. એ.એમ.ચૌધરી સહિત તમામ પોલીસ કર્મીઓને માસ્ક, સેનીટાઇઝર તથા હેપ્પી ચકલીઘરની ભેટ આપી ગુજરાતના સ્થાપના દિનની ઉજવણી કરી હતી. આ સાથે હેપ્પી યુથ ક્લબના સભ્યોએ તાળી વગાડી તમામ પોલીસ કર્મીઓનું અભિવાદન કરી તેમનો આભાર માન્યો હતો. આ પ્રસંગે વાવોલ ગામના સરપંચ નગીનભાઇ નાડિયાએ પણ ઉપસ્થિત રહી સહયોગ
પુરો પાડ્‌યો હતો. આ કાર્યક્રમમાં હેપ્પી યુથ ક્લબના રાજદિપસિંહ બિહોલા, ગૌંરાગ પટેલ, સંસ્થાના કોષાદ્યક્ષ ભાવના રામી અને પ્રમુખ સમીર રામી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના આયોજન માટે વાવોલ પોલીસ ચોકીના
પી.એસ.આઇ. એ.એમ. ચૌધરીનો સહયોગ આપવા બદલ સંસ્થાના સભ્યોએ આભાર માન્યો હતો.

Download Our B K News Today App



Related News