સફાઈ કર્મચારીઓએ ગાંધીનગર મનપામાં જ વિરોધ નોંધાવ્યો વિવાદ ઃ ડી.એમ.સીના ઓર્ડરથી સફાઇ કર્મચારીઓનો પાલિકામાં જ વિરોધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-09 11:08:47
  • Views : 304
  • Modified Date : 2020-10-09 11:08:47

ગાંધીનગર મહાનગરપાલિકાની કચેરીમાં કાયમી સફાઈ કામદાર દ્વારા ગુરુવારે કચેરીમાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તેમણે કામગીરીથી અળગા રહીને નિયત જગ્યાએ જ કામગીરી સોંપવા માટે માગ કરી હતી. ગાંધીનગર મહાનગરપાલિકામાં તાજેતરમાં ૧૮ ગામડાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કામદારોએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપના નેતાની એજન્સીને ફાયદો કરાવવા માટે અમને દૂરના ગામડામાં સફાઈ માટે મોકલવામાં આવી રહ્યા છે જેનો અમે વિરોધ નોંધાવી રહ્યા છીએ.
પાલિકામાં મોટાભાગના કામ એજન્સીઓ મારફતે કરવામાં આવે છે. ત્યારે ગાંધીનગર પાલિકામાં સફાઇની કામગીરી ભાજપના નેતાની એજન્સી કરી રહી છે. તેવા સમયે પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા કાયમી સફાઈ કામદારોને નિયત જગ્યાએ સફાઈની જગ્યાએ ગામડાઓમાં ધકેલવામાં આવી રહ્યા છે. મહિલા સફાઈ કામદારો ટ્રેક્ટરોની અંદર આવેલા સેક્ટર ૨૧, ૨૯, ૧૫ સહિતની અલગ-અલગ વોર્ડમાં કામગીરી કરી રહ્યાં છે. તેવા સમયે હાલમાં સફાઇની કામગીરી ભાજપના નેતા નીચે તેના કારણે આઉટસોર્સમાં લીધેલા કર્મચારીઓને સેક્ટરોમાં સફાઇની કામગીરી સોંપવામાં આવી છે. જ્યારે કાયમી મહિલા કર્મચારીઓને દૂરના ગામડામાં ધકેલવામાં આવી રહ્યા છે. મહાનગરપાલિકાના અધિકારીઓ ભાજપના નેતાના ઇશારે કામગીરી કરી રહ્યા છે. અમે નોટિફાઇડ એરિયા હતો ત્યારથી કામગીરી કરી રહ્યા છીએ. પરંતુ પાલિકા દ્વારા સફાઈની કામગીરી આઉટસોર્સિંગથી ભાજપના નેતાને આપવામાં આવી છે, તેના કારણે તેમના માણસોને દૂર ન જવું પડે તે માટે થઈને અમને મહિલાઓને નવા સમાવેશ કરાયેલા ગામડામાં સફાઈ કરવા મોકલવામાં આવી રહ્યા છે. બીજી તરફ ગામડાઓમાં ગંદકી પુષ્કળ પ્રમાણમાં જોવા મળતી હોય છે. ત્યારે એજન્સીના કર્મચારીઓની સાથે ગ્રામજનોની તકરાર ન થાય તે માટે પણ અમને બલીનો બકરો બનાવવામાં આવી રહ્યા છે અને એજન્સીને સાચવવામાં આવી રહી છે. અમારી માગણી છે કે, અમે અહીંયા જ સેક્ટરોમાં કામગીરી કરીશું. જો મહાપાલિકાના સત્તાધીશો નેતાની એજન્સીને બચાવવા જશે તો અમે આંદોલન કરવા મજબૂર બનીશું. તેવું સફાઈ કામદાર મંડળના પ્રમુખ શાંતાબહેન ચાવડાએ જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News