ઢોર પકડ પાર્ટીના કર્મચારીઓ ગાય પકડવા ગયા ત્યારે ખ ૩ સર્કલ પાસે મહિલા સહિત ત્રણ માલધારી દ્વારા કર્મચારીઓને માર મારવામાં આવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-08 11:49:26
  • Views : 483
  • Modified Date : 2020-10-08 11:49:26

ગાંધીનગર મહાનગરપાલિકામાં રખડતી ગાયોનો ત્રાસ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. કોર્પોરેશન તંત્ર દ્વારા આ કામગીરી માટે ઢોર પકડ પાર્ટી રાખવામાં આવી છે, તેની સાથે એસઆરપીની ટુકડી પણ ફાળવવામાં આવી છે. ત્યારે ખ ૩ સર્કલ પાસે ઢોર પકડ પાર્ટીના કર્મચારીઓ ગાય પકડવા ગયા ત્યારે મહિલા સહિત ત્રણ માલધારી દ્વારા કર્મચારીઓને માર મારવામાં આવ્યો હતો અને ગાળો બોલવામાં આવી હતી. આ બનાવને લઇને
કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા સેકટર-૭ પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી.
ગાંધીનગર શહેરમાં ખુલ્લેઆમ રખડતી ગાયો મોત સમાન ફરતી હોય છે. ત્યારે મહાત્મા મંદિર ખ રોડ ઉપર મોટા પ્રમાણમાં ગાયોના ઝુંડ બેઠેલા જોવા મળતા હોય છે. તેવા સમયે બપોરના સમયે ખ ૩ સર્કલ પાસે મહાનગર
પાલિકાની ઢોર પકડ પાર્ટીના
પાંચ જેટલા કર્મચારીઓ રખડતી ગાય પકડવા ગયા હતા. પરંતુ આ માલધારી દ્વારા આ પાર્ટીના કર્મચારીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને ગાળો બોલવામાં આવી હતી. જેને લઇને ઢોર પકડ પાર્ટીના કર્મચારીઓ દ્વારા ત્રણ માલધારી વિરુદ્ધ સેકટર-૭ પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News