પાલનપુર મહેસુલી કર્મચારીઓના ધરણા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-18 11:30:01
  • Views : 502
  • Modified Date : 2019-08-18 11:30:01

પાલનપુર મહેસુલી કર્મચારીઓ પોતાની પડતર માગણીઓને લઇ ગતરોજ
પાલનપુર કલેક્ટર કચેરી બહાર ધરણા ઉપર બેસી પોતાની માગણીઓ સંતોષવા માટે સરકાર સામે બાયો ચડાવી છે. જો આગામી દિવસોમાં માગણીઓ નહી સંતોષાય તો જુદા-જુદા કાર્યક્રમો કરી વિરોધ દર્શાવવામાં આવશે.
ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહા મંડળના આદેશથી પાલનપુર મહેસુલી કર્મચારીઓ દ્વારા અગાઉ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી પોતાના
પડતર પશ્નો અંગે રજુઆત કરવામાં આવી હતી.
પરંતુ કર્મચારીઓના પ્રશ્નોનો કોઇ નિકાલ ન આવતા ગતરોજ કલેક્ટર કચેરી બહાર એક દિવસના ધરણા કરી સરકાર સામે બાયો ચડાવવામાં આવી હતી. તેમ છતા જો આગામી દિવસોમાં મહેસુલી કર્મચારીના પ્રશ્નોનો કોઇ ઉકેલ નહી આવે તો મહામંડળના આદેશ મુજબના કાર્યક્રમો કરી વિરોધ નોંધાવવામાં આવશે.

Download Our B K News Today App



Related News