ડીસાના કંસારી સબ સેન્ટરમાં કર્મચારીએ કરી આત્મહત્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-17 12:01:10
  • Views : 400
  • Modified Date : 2019-10-17 12:01:10

ડીસા તાલુકાના ઝેરડા ગામે આવેલ કંસારી સ્ટેશનમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા કર્મચારી બુધવારે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા
પામી છે. આ બાબતે પોલીસે લાશનો કબજો મેળવી વધુ
તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લાં ઘણા સમયથી અગમ્ય કારણોસર આત્મહત્યાના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ત્યારે ગતરોજ વધુ એક આત્મહત્યાનો બનાવ ઝેરડા ખાતે બનવા પામ્યો હતો.  ડીસા તાલુકાના ઝેરડા ગામે
પી.એચ.સી.સબ સ્ટેશન કંસારી ખાતે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા
દિપકકુમાર ખડવીએ  અગમ્ય કારણોસર ગળે ટુંપો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની જાણ આજુબાજુના લોકોને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે ડીસા તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતક
દિપકકુમારની લાશનો કબજો મેળવી તાત્કાલિક પીએમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અત્યારે હાલ ડીસા તાલુકા
પોલીસે દિપકકુમારે કયા કારણોસર આત્મહત્યા કરી છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.  


Download Our B K News Today App



Related News