16માં રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ 5752 મતથી આગળ, 15 અને 16માં રાઉન્ડમાં ભાજપની 4098 મતની લીડ ઘટી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-10 12:20:45
  • Views : 308
  • Modified Date : 2020-11-10 12:20:45

             ગુજરાત વિધાનસભાની કરજણ બેઠકની પેટાચૂંટણીની મતગણતરી વડોદરાની પોલીટેકનિક કોલેજ ખાતે શરૂ થઈ ગઈ છે. 16માં રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ 5752 મતથી આગળ છે. ભાજપના ઉમેદવાર અક્ષય પટેલને 40,977 મત અને કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને 35,225 મત મળ્યા છે.જોકે, 15માં રામત ગણતરી કેન્દ્ર ખાતે ફરજ પરના સ્ટાફ અને ઉમેદવારો, તેમના એજન્ટ સહિત તમામ માસ્ક પહેરવુ અનિવાર્ય છે. EVMની મતગણતરી માટે 2 અને પોસ્ટલ મતોની ગણતરી માટે 1 મળીને કુલ ત્રણ ખંડમાં વ્યવસ્થા કરવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સ જળવાય એ માટે એક ખંડમાં 7 અને બીજા ખંડમાં 4 તેમજ ટપાલ મતવાળા ખંડમાં 2 ટેબલ રાખવામાં આવ્યા છે. CCTV અને વિડિયોગ્રાફીની નજર હેઠળ ગણતરી કરવામાં આવશે. સેનેટાઇઝેશન તેમજ માસ્ક, ફેસ શિલ્ડ અને ગ્લોવ્ઝ પહેરીને ગણતરી કરનારાઓ મતગણના કરી રહ્યા છે.ઉન્ડમાં ભાજપના ઉમેદવારની લીડમાં 4094 મતનો ઘટાડો થયો છે. ગણતરીના કલાકોમાં જ ભાજપ અને કોંગ્રેસ સહિત 9 ઉમેદવારોના ભાવિ EVMમાંથી ખુલી જશે.આરોગ્ય તંત્ર દ્વારા મત ગણતરી સ્થળના પહેલા પ્રવેશ દ્વારે બે ટીમો રાખવામાં આવી છે, જે થર્મલ ગનથી શરીરના તાપમાનની અને પલ્સ ઓક્સિમિટરથી ઓક્સિજન લેવલની ચકાસણી કરે છે. દરેકે માસ્ક પહેરીને જ આવવાનું છે અને અંદર પણ પહેરી રાખવાનું છે. મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક ગેજેટ સાથે લાવવાની મનાઈ છે. આર.ઓ.દરેક રાઉન્ડમાં મળેલા મતો ચૂંટણી પંચની વેબસાઈટ પર અપલોડ કરવાની સાથે તેનું જાહેર પ્રસારણ કરાવશેવડોદરા જિલ્લા ચૂંટણી અધિકારીની સૂચનાથી પરિણામોની જાણકારી સરળતાથી મળી રહે તે માટે પોલિટેકનિક ખાતેના મત ગણતરી કેન્દ્રના મુખ્ય પ્રવેશ દ્વારે 12 બાય 10નો વિશાળ લેડ સ્ક્રીન મૂકવામાં આવી છે. આર.ઓ. દ્વારા ગણતરીના પ્રત્યેક રાઉન્ડની જે વિગતો અપલોડ કરવામાં આવશે. તે આ સ્ક્રીન પર જોઈ શકાશે. જેના પગલે મત ગણતરીમાં પ્રગતિ અને ઉમેદવારોને મળેલા મતની સ્થિતિ કેન્દ્રની બહાર પણ સરળતાથી જોઈ શકાશેઆજે પોલીટેકનિક કોલેજ ખાતે શહેર અને જિલ્લા પોલીસ તેમજ મત ગણતરી કેન્દ્રના અંદરના ભાગે અર્ધ લશ્કરી દળોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મત ગણનાની વ્યવસ્થા કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News