ખોડલા ગામ માં કારગીલ વિજય દિવસની ઉજવણી કરાઈ શહીદ વીરો ને શ્રદ્ધાંજલિ પાઠવાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-27 10:54:55
  • Views : 261
  • Modified Date : 2022-07-27 10:56:21

 

ખોડલા ગામ માં કારગીલ વિજય દિવસ નિમિતે માધ્યમિક શાળામાં કારગીલ વિજયમાં શહિદ થયેલા વીરો ને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

26 જુલાઈ 1999 એટલે કારગીલ વિજય દિવસ ,આજ રોજ કારગીલ વિજય દિવસ નિમિતે પાલનપુર તાલુકા ના ખોડલા ગામની માધ્યમિક શાળામાં કારગિલ ના શહીદ વીરો ને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી,જેમાં બે મિનીટ નું મૌન પાળી શહીદો અમર રહો ના નારા લગાવી ઉપસ્થિત બાળકો તેમજ વડીલો એ  વિરાજંલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે ગામનાં અગ્રણી કેશરભાઈ જુડાળ,વાલજીભાઈ જુડાળ,મફતભાઈ જુડાળ,સ્કૂલ ના આચાર્ય ,શિક્ષકો ,બાળકો તેમજ કાર્યક્રમ નું આયોજન કરનાર ગામ ના નિવૃત ફૌજીઓ માનજીભાઈ,મફતભાઈ, અને પ્રવીણભાઈ તેમજ ગ્રામ પંચાયત ના સભ્યો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા

Download Our B K News Today App



Related News