સરકારી વિનયન કૉલેજ અમીરગઢમાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-28 11:33:20
  • Views : 239
  • Modified Date : 2022-07-28 11:33:20

સરકારી વિનયન કૉલેજ અમીરગઢમાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી

સરકારી વિનયન કૉલેજ અમીરગઢમાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન ઈતિહાસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને ઉદેશીને પોસ્ટર મેકિંગ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા અને દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું . સ્પર્ધાઓમાં વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમમાં આજના ઐતિહાસિક દિવસ વિશે ઈતિહાસ વિભાગના અધ્યક્ષ મુકેશ આઢાએ વ્યાખ્યાન આપ્યું હતું. ત્યારબાદ વિવિધ સ્પર્ધાઓ શરૂ થઈ હતી. કારગિલ વોરવિષય પર વિધાર્થીઓએ પોસ્ટર તૈયાર કર્યા હતા. કારગિલ દિવસનું ઐતિહાસિક મહત્વવિષય પર વકતૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. ત્યારબાદ સૈનિકના જોમ અને જુસ્સો વધારતી દેશભક્તિ ગીત સ્પર્ધા યોજાઈ હતી. સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓને પ્રથમ,દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવ્યા હતા..ત્યારબાદ કાર્યક્રમમાં કારગિલ વોર વિશે ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવવામાં આવી હતી. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીત ગાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ વિધાર્થીઓ જવાનોના અદમ્ય સાહસની ગાથાઓ સાંભળી અભિભૂત થયા હતાં. સમગ્ર કાર્યક્રમ પ્રિન્સિપાલ ડૉ. એન.કે. સોનારાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવામાં તમામ અધ્યાપકોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Download Our B K News Today App



Related News