લોક ખુલ્લા અને અપ - ડાઉન વધારે...! "સોશિયલ"ના નામે જ અંતર જળવાતું નથી, કરફ્યુ જેવો અમલ જરૂરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-04 11:53:31
  • Views : 614
  • Modified Date : 2020-04-04 11:53:31

 ગાંધીનગર શહેર અને જિલ્લામાં લોકડાઉનના  ૧૧ દિવસ થઈ ગયા છે. હજુ દસ દિવસ બાકી છે ત્યારે તંત્ર થાકયું હોય કે પછી પ્રજાની ધીરજ ખૂટી ગઈ હોય... પણ પોલીસની જડબેસલાક હાજરી વચ્ચે લોક ખુલ્લા અને અપ - ડાઉન વધારે નજરે પડી રહ્યા છે..! વિદેશથી આવેલા લોકોનો આગામી બે દિવસમાં ક્વોરોન્ટાઈન પિરિયડ પુરો થઈ રહ્યો છે. પરંતુ તે સાથે કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો ભય આગામી ૧૪ દિવસ માટે વધી રહ્યો છે. ત્યારે પ્રજાએ સરકારના નિયમોનું ચુસ્ત પાલન કરી લોકડાઉન સાથે આ મહામારીથી ઉભી થઈ રહેલી અનેકવિધ સમસ્યાઓ વધે નહીં તેની પોતાની જાત - પરિવાર, સમાજ અને રાષ્ટ્ર કાળજી લેવાની જરૂર છે. કોરોના મહામારીના આક્રમણની ચીનથી શરૂઆત ગણીએ તો ત્રણ મહિના કરતા વધારે સમય થઈ ગયો છે. ભારતમાં પણ એક મહિનો થઈ જવા સાથે સરકારની ૧૫ - ૨૦ દિવસ મોડા જાગૃત થવાની આળસથી કોરોનાને દરેક રાજ્યોમાં ગામડે સુધી સરળ પ્રવેશ મળી ગયો છે. પરંતુ જાગ્યા ત્યારથી સવાર સમજીને સરકારી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીમાં સોશિયલ ડેવલોપમેન્ટ અને સોશિયલ મિડીયાના નામે જ સોશિયલ ડિસ્ટન્સ ચુસ્ત રીતે જળવાતું નથી. જયાં ખુબ જરૂર જણાય ત્યાં સવારે ૬ થી ૧૦ વાગ્યા દરમિયાન માત્ર બે કલાકની જ છૂટ આપી લોકડાઉનનો કરફયુ જેવો અમલ કરવાની ખાસ જરૂર છે.
જનતા કર્ફ્યુ, થાળી - તાળી વગાડવાથી લઈ હવે અંધકારને દૂર કરવા માટે પ્રકાશ તરફ જવાની કટિબદ્ધતા છે. ત્યારે
પટાવાળાથી લઈ પ્રધાન સુધીના નગરજનોએ લોકડાઉન કરી કોરોના માટે દરવાજા ખુલ્લા કરવાની કોઈ જ જરૂર નથી. વિદેશથી આવેલાં વ્યક્તિઓનો ક્વોરોન્ટાઈન પિરિયડ પુરો થઈ રહ્યો છે ત્યારે તેમના સંપર્કમાં આવેલા લોકોથી હવે કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો ભય આગામી ૧૦ - ૧૨ દિવસ માટે રહ્યો છે. આથી દરેક વ્યક્તિએ તેના અને તેમના પરિવાર સાથે સમાજ અને રાષ્ટ્રમાં કોરોનાથી થયેલા અંધકારને દૂર કરવા માટે લોકડાઉનનો કર્ફ્યુની જેમ અમલ કરવાની જરૂર છે. બાકી તો બીજા ૨૮ દિવસનાં લોકડાઉન માટે તૈયાર રહેવું
પડશે.

Download Our B K News Today App



Related News