કરીના કપૂરે નાના દીકરા જેહને ફિલ્મનો મહત્ત્વનો હિસ્સો ગણાવ્યો, કહ્યું- હું હંમેશાં આ ફિલ્મને ચેરિશ કરીશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-01 13:28:17
  • Views : 276
  • Modified Date : 2022-06-01 13:28:17


આમિર ખાને ફાઇનલી અપકમિંગ ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'નું ટ્રેલર 29 મેના રોજ IPLના ગ્રાન્ડ ફિનાલેમાં લૉન્ચ કર્યું હતું. ફિલ્મની એક્ટ્રેસ કરીના કપૂરે પણ સો.મીડિયામાં ટ્રેલર શૅર કર્યું છે. કરીનાએ ટ્રેલર શૅર કરીને નાના દીકરા જેહને ફિલ્મનો મહત્ત્વનો હિસ્સો ગણાવ્યો છે.


કરીનાએ જેહ અંગે આ વાત કહી
ટ્રેલર શૅર કરીને કરીનાએ કહ્યું હતું, 'એક પેન્ડેમિક, બે લૉકડાઉન અને પછી એક બેબી...મારી સૌથી સ્પેશિયલ ફિલ્મ. એટલા માટે કે મારો જેહ મોટાભાગે આ ફિલ્મનો હિસ્સો રહ્યો છે. (મારા પેટમાં) માત્ર મને જ નહીં, પરંતુ અમને બંનેને આ ફિલ્મનો હિસ્સો બનાવવા બદલ આમિર તથા અદ્વૈતને થેંક્યૂ. આ એક એવી બાબત છે, જેને હંમેશાં ચેરિશ કરીશ.' ઉલ્લેખનીય છે કે કરીના કપૂર ફિલ્મના શૂટિંગ દરમિયાન પ્રેગ્નન્ટ થઈ હતી અને તેણે ગયા વર્ષે 21 ફેબ્રુઆરીએ દીકરાને જન્મ આપ્યો હતો.


 


ચાહકોએ કમેન્ટ્સ કરી
કરીનાની આ પોસ્ટ પર ચાહકોએ કમેન્ટ્સ કરી છે. એક ચાહકે કહ્યું હતું કે તમે આ ફિલ્મ માટે ઘણી જ મહેનત કરી છે. અન્ય એકે કહ્યું હતું કે શું ટ્રેલર છે, આમિર ખાન, ફિલ્મને ક્લાસિક બનાવવા માટે નામ જ પૂરતું છે. કરીના ઘણી જ સુંદર લાગે છે. પ્રિટી ઝિન્ટા સહિતના સેલેબ્સે પણ કમેન્ટ્સ કરી હતી.


આમિર ખાને કોમ્પ્લિકેશન્સ અંગે વાત કરી હતી
આમિરે ગયા વર્ષે ફિલ્મના શૂટિંગ દરમિયાન આવેલા કોમ્પ્લિકેશન્સ અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું, 'જ્યારે આખી દુનિયા કોરોના સામે ડીલ કરતી હતી, ત્યારે અમે કોરોના અને કરીના બંને સામે ડીલ કરતાં હતાં. ફિલ્મની હિરોઈન કરીના શૂટિંગ સમયે પ્રેગ્નન્ટ થઈ હતી અને અમારી સામે વધુ એક કોમ્પ્લિકેશન્સ આવી ગયું હતું.'


 


11 ઓગસ્ટે ફિલ્મ રિલીઝ થશે
અદ્વૈત ચંદનના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં આમિર-કરીના ઉપરાંત નાગા ચૈતન્ય, મોના સિંહ લીડ રોલમાં છે. આ ફિલ્મ 1994માં આવેલી અમેરિકન ફિલ્મ 'ફોરેસ્ટ ગમ્પ'ની હિંદી રીમેક છે. હોલિવૂડ ફિલ્મમાં ટોમ હેંક્સ લીડ રોલમાં હતો. 'લાલ સિંહ ચઢ્ઢા'ને ભારતમાં 100થી વધુ લોકેશન પર શૂટ કરવામાં આવી છે. ટ્રેલર પહેલાં ફિલ્મના બે ગીતો 'કહાની' તથા 'મૈં કી કરાં' રિલીજ થઈ ચૂક્યા છે. ફિલ્મ 11 ઓગસ્ટે વિશ્વભરમાં રિલીઝ થશે. ફિલ્મને વાયકોમ 18 સ્ટૂડિયોએ પ્રોડ્યૂસ કરી છે.


 


Download Our B K News Today App



Related News