પાલનપુરમાં કાર્બાઈટથી પકવેલી કેરીઓનું ધુમ વેચાણ લોકોના આરોગ્ય સાથે ચેડા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-19 05:07:39
  • Views : 484
  • Modified Date : 2019-04-19 05:07:39

પાલનપુરમાં કેરીના હોલસેલ વેપારીઓ દ્વારા કેરીને કાર્બાઈટથી પકવી છુટક
વેપારીઓ મારફત માર્કેટમાં વેપાર અર્થે મુકી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. તેમજ કેરી
પાકી ગયા બાદ તેના
પાવડારના પડીકાઓ જાહેરમાં ફેકવામાં આવી રહ્યા છે. તો તંત્ર દ્વારા આ દિશામાં તપાસ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.
ઉનાળાની સિજન ચાલી રહી છે. પરંતુ હજુ સુધી માર્કેટમાં યોગ્ય પ્રકારની કેરીઓ આવી નથી. પરંતુ કેરીના મોટા વેપારીઓને કેરીઓનો સારો ભાવ મળી રહે તે માટે વેપારીઓ દ્વારા સિજન પહેલાં ગોડાઉનોમાં કાર્બાઈટથી કેરીઓને પકવવામાં આવે છે અને છુટક વેપારીઓ મારફત માર્કેટમાં વેપારી કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. તેમજ કેરી પકવાયા બાદ કાર્બાઈટનો પવડર જાહેર રોડ તેમજ ખુલ્લી જગ્યામાં ફેકવામાં આવી રહ્યા છે. જેના કારણ પશુઓ કાગળ સમજી આ પકેટો આરોગી જાય છે. જેના કારણ પશુઓ પણ બીમારીનો ભોગ બની શકે છે.તો તંત્ર દ્વારા આ  ઈસામાં તપાસ કરી કાર્બાઈટથી કેરી પકવાતા વેપારીઓ સામે લાલ આંખ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

Download Our B K News Today App



Related News