ધાનેરાના રમુણા ગામે ઝાટકા મશીનથી કરંટ લાગતા યુવકનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-31 11:33:50
  • Views : 869
  • Modified Date : 2020-08-31 11:33:50

ધાનેરા તાલુકાના રમુણા ગામે  ખેતરમાં સવારે યુવકની લાસ મળતા ખેતર માલિકે પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે
પહોંચી લાસને પી.એમ. માટે લાવ્યા હતા. પરંતુ આ બાબતે મરનારની ઓળખ થવા છતાં
પરિવારને જાણ કર્યા વગર લાસને ધાનેરા લાવતા યુવકના પરિવારે હત્યા કરાઈ હોવાનું જણાવ્યું હતું. પરંતુ પોલીસ દ્વારા હત્યાની ફરિયાદ ન લેતા લાસ ઉપાડવાની ના પાડતા પોલીસે અંતે પરિવારને સમજાવતા પી.એમ. માટે સહમતી આપી હતી.
ધાનેરા તાલુકાના રામુણા ગામે રહેતા રામાભાઈ હેગોળાભાઈ
પટેલના ખેતરમાં એક યુવકની લાસ દેખાતા તેઓએ તાત્કાલિક ધાનેરા પોલીસને જાણ કરી હતી. જેથી ધાનેરા પોલીસની ટીમ તાત્કાલિક રામુણા ગામે પહોંચી હતી. અને તપાસ કરતા તે મરણજનાર યુવકની ઓળખ થતા તેનું નામ  દિનેશભાઇ ઓખાભાઈ પટેલ ઉ.વર્ષ. ૨૫  જણાઈ આવેલ જેથી પોલીસે આ યુવકના
પરિવારજનોને જાણ કરાઈ હતી.  લાસને તાત્કાલિક ધાનેરા સરકારી હોસ્પિટલ ખાતે લવાઈ હતી. અને તેની જાણ યુવકના પરિવારને થતા પરિવારના લોકો હોસ્પિટલ પહોંચ્યા હતા.  આ યુવકની હત્યા કરાઈ હોવા બાબતે પોલીસને જણાવતા પોલીસે હત્યા બાબતે ફરિયાદ લેવાની ના પાડતા
પરિવાર તથા બીજા લોકો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા અને લાસ સ્વીકારવાની ના પાડતા હંગામ મચી જવા પામ્યો હતો. અંતે પોલીસે તેના પરિવારજનોની માફી માગતા તેના પરિવારજનો લાસનું પી.એમ. કરાવવા માટે સહમત થયા હતા. ધાનેરા
પોલીસ મથકે અકસ્માતે મોતાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને મોડી સાંજે પોસ્ટમોટમ કરવાનું ચાલુ કરવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News