ઢીમા પંથકમાં બરફના કરા સાથે વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-14 11:44:20
  • Views : 388
  • Modified Date : 2019-11-14 11:44:20

સરહદી વાવ તાલુકાના યાત્રાધામ ઢીમા પંથકમાં બુધવારે સાંજે અચાનક જ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ભારે ગાજવીજ સાથે વરસાદી માહોલ સર્જાયો હતો. તો વળી વરસાદની સાથે સાથે બરફના કરા પડતાં લોકોમાં કુતુહલ સર્જાયું હતું. તો વળી શિયાળુ સીઝનનાં પ્રારંભે જ વરસાદને
પગલે ખેતીના પાકને નુકસાન થવાની ભીતિઓ ખેડૂતોએ વ્યક્ત કરી હતી.
ચાલુ વર્ષે ચોમાસુ સીઝનમાં ભારે વરસાદને કારણે વાવ તાલુકાના રાવળા ગામની ૨૫૦ એકર જમીનમાં આજે પણ
પાણી વરસાદી પાણીથી ભરેલું હોવાથી આ હાલમાં શિયાળુ સીઝન માટે આ જમીનમાં ખેતી કરી શકાય તેમ નથી. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ પાણીનો નિકાલ થાય તે માટે ખેડૂતોએ અનેક રજૂઆતો પણ કરી છે.
આંતરરાષ્ટ્રીય સરહદે આવેલ વાવ તાલુકાના યાત્રાધામ ઢીમા, પ્રતાપપુરા જેવા ગામોમાં બરફનો વરસાદ પડતાં એરંડા સહિતના પાકને નુકસાન પહોંચશે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News