સાબરકાંઠા તથા બનાસકાંઠા ના વાતાવરણમાં પલટો, અંબાજીમાં કરા સાથે વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-04 19:25:58
  • Views : 429
  • Modified Date : 2019-05-04 19:25:58

શક્તિપીઠ અંબાજીમાં અચાનક વાતાવરણમા પલટો આવ્યો છે. જેના કારણે આકાશમાથી તડકો ગાયબ થઇ ગયો છે અને લોકોને ગરમીથી થોડી રાહત મળી રહી છે. અંબાજીમાં ગાઢ ધુમ્મસ વાળું વાતાવરણ થઇ ગયું છે. અંબાજી પંથકમાં ગઈ કાલે પણ વાતાવરણમા પલટો આવ્યો હતો,અંબાજી આસપાસના વિસ્તારમા ધીમા ધીમા વરસાદી છાટા પડ્યા છે અને કરા પણ પડ્યા છે. દક્ષિણ રાજસ્થાનમાં એક સાયક્લોનીક સિસ્ટમ સક્રિય થતા રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, રાજકોટના અમુક વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન ખાતાએ આપી છે.

Download Our B K News Today App



Related News