પાલનપુર અંબાજી હાઇવે ઉપર આવેલા મોટાસડા અને મહોબ્બતગઢ વચ્ચે કાર ભડભડ સળગી ઉઠી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-12 11:12:00
  • Views : 648
  • Modified Date : 2019-05-12 11:12:00

વડગામ તાલુકાના રૂપાલ ગામના રહેવાસી અને સકલાણા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા
આશાસ્પદ યુવકનું અકસ્માતે મોત થતાં તાલુકા ભરમાં શોકની કાલિમા સાથે ગમગીની ફેલાઇ છે
  આ કરૂણ ઘટનાની જાણવા મળતી માહિતી અનુસાર વડગામ તાલુકાના રૂપાલ ગામમાં રહેવાસી અને સકલાણા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકેની ફરજ બજાવતા   દિલીપકુમાર સદાભાઇ પરમાર વહેલી સવારે કારમાં રૂપાલથી સતલાસણા બી.એડ.ના વર્કશોપમાં જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન અંબાજી હાઇવે પર આવેલા મોટાસડા અને મોહબ્બતગઢ વચ્ચે કાર લઈને પસાર થઈ રહ્યા હતા તે સમયે અચાનક કાર સળગી ઉઠતાં આ યુવક કારની સાથેજ ભડભડ સળગીને ભડથુ થઈ ગયો હતો. આ અંગેની જાણ આસપાસના લોકોને થતાં દોડી આવ્યા હતાં પરંતુ કાર અને કારમાં બેસેલ  યુવક બળીને  ખાખ થઇ ગયા હતા. તેમજ ઉપસ્થિત લોકોમાં પણ અરેરાટી વ્યાપી ગઇ હતી. આ અંગેની જાણ તેમના પરિવાર જનો તેમના મિત્ર વર્તુળ અને શિક્ષણગણમાં વાયુ વેગે પ્રસરી જતાં વડગામ પંથકમાં શોકની કાલિમા સાથે ગમગીની છવાઈ ગઈ છે.


Download Our B K News Today App



Related News