કપરાડામાં ભાજપ 11987 અને ડાંગમાં ભાજપ 21026 મતથી આગળ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-10 12:14:23
  • Views : 443
  • Modified Date : 2020-11-10 12:14:23

                    કપરાડા-ડાંગ વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી 8 વાગ્યાથી શરૂ કરવામાં આવી છે. જેમાં ડાંગ અને કપરાડા બંને બેઠક પર ભાજપ આગળ છે. કપરાડામાં ભાજપ 11987 અને ડાંગમાં ભાજપ 21026 મતથી આગળ :s. ભાજપ અને કોંગ્રેસ દ્વારા આ બેઠકો પર એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું છે. કપરાડામાં અને ડાંગમાં ભાજપ જીતે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે આ બન્ને બેઠકો પર ભાજપ જીતે છે કે પછી કોંગ્રેસ તેનું વર્ચસ્વ જાળવી રાખે છે તેની ઉત્કંઠા ફેલાયેલી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, કપરાડામાં 4 ઉમેદવાર છે અને ડાંગમાં 9 ઉમેદવાર છે.કપરાડા વિધાનસભાની 3 નવેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં આદિવાસી વિસ્તારના મતદારોએ કચકચાવીને મતદાન કરતાં 77.50 ટકા જેટલું વિક્રમી મતદાન નોંધાયું હતું.ભાજપના ઉમેદવાર જીતુભાઇ ચૌધરી અને કોંગ્રેસના બાબુભાઇ વરઠા વચ્ચે મુખ્ય ચુંટણી જંગ ખેલાયો હતો.આ ઉપરાંત અપક્ષ ઉમેદવારો પ્રકાશ પટેલ અને બીટીપીના જયેન્દ્ર ગાવિત પણ મેદાનમાં હતા.આ ચૂંટણી યોજાયા બાદ હવે કપરાડાની સરકારી વિનયન કોલેજમાં મતગણતરી હાથ ધરાઈ છે.જિ.ચૂંટણી અધિકારી આર.આર.રાવલે તે માટે કોવિડ-19 હેઠળ તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે.જરૂરી સ્ટાફને સૂચના અપાઇ છે.એસપી ડો.રાજદિપસિંહ ઝાલાએ કાયદો અને વ્યવસ્થા માટે કુલ 402 પોલિસનો કાફલો મતગણતરી કેન્દ્ર ખાતે તૈનાત કર્યો છે.374 મતદાન મથકોએ થયેલા 190459 મતદારોએ મતદાન કર્યા બાદ ઇવીએમ વીવીપેટના મશીનો સ્ટ્રોંગરૂમમાં સીલ કરાયા હતા.હવે ચૂંટણીના ઉમેદવારોનું ભાવિ ખુલશે તેની મતદારો અને રાજકીય પક્ષોમાં ભારે ઉત્સુકતાથી રાહ જોવાઇ રહી છે. મતગણતરી કેન્દ્રમાં મોબાઇલ સાથે પ્રવેશ ઉપર પ્રતિબંધ કરાયો છે.173-ડાંગ વિધાનસભા મતદાર વિભાગની ગત 3જી નવેમ્બરે યોજાયેલી પેટા ચૂંટણીની મતગણતરી આજે આહવા સરકારી વિજ્ઞાન કોલેજમાં યોજાઈ છે. સવારના 8 વાગ્યાથી મત ગણતરી માટે કુલ 36 રાઉન્ડમા મત ગણતરી હાથ ધરાશે. જેના માટે 10 ટેબલ ઉપર અંદાજીત 130થી વધુ કર્મચારી/અધિકારીઓ ફરજ નિયુક્ત કરાયા છે. આ ઉપરાંત પોસ્ટલ બેલેટ માટે એક અલાયદા ટેબલની પણ વ્યવસ્થા કરવામા આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે.ડામોરના માર્ગદર્શન હેઠળ યોજાનારી આ મત ગણતરી વેળા ચૂંટણી નિરીક્ષક પણ ઉપસ્થિત રહેશે.ડાંગ જિલ્લામાં કુલ 75.01 ટકા જેટલુ મતદાન નોંધાયું છે. જિલ્લામા નોંધાયેલા કુલ 89417 પુરુષ મતદારો, 88767 સ્ત્રી મતદાર, તથા 2 અન્ય જાતિના મતદાર મળી કુલ 178186 મતદારો નોંધાયા હતા. જે પૈકી 66171 પુરુષ અને 66873 સ્ત્રી મળી કુલ 133044 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અહી 357 મતદાન મથક ઉપર 74 ટકા બુથ મતદાન નોંધાયું હતું. જયારે 615 ઈ.ડી.સી. મત (ઈલેક્શન ડ્યુટી સર્ટીફીકેટ) સાથે અહી કુલ 75.01 ટકા મતદાન નોંધાયું હતું.

Download Our B K News Today App



Related News