કંબોઈ ચોકડી પાસેથી એક ઘાયલ કપિરાજ મળ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-17 13:42:57
  • Views : 425
  • Modified Date : 2019-05-17 13:42:57

કાંકરેજ તાલુકાના કંબોઈ ચાર રસ્તા પાસે આવેલ કેનાલ પાસે એક કપિરાજ ઇજાગ્રસ્ત જોવા મળ્યા હતા. ત્યારે કંબોઈ ગામના ગૌરક્ષક રામસિંહ અમરસિંહ સોલંકી દ્વારા વનવિભાગ ને જાણ કરવામાં આવી હતી  અને તાબડતોબ વનવિભાગ ના આર.એફ.ઓ.એચ. બી.પટેલ. વિક્રમસિંહ વાઘેલા(વનપાલ), મમતાબેન ચૌધરી(વનરક્ષક શિહોરી), બી.એ.ઠાકોર સહિત ટીમ ઘટનાસ્થળે પહોંચી કપિરાજને પકડવાની કામગીરી હાથ ધરી હતી ત્યારે ઘાયલ થયેલા કપિરાજ ચુપચાપ ગાડીમાં બેસી ગયા હતા અને પછી શિહોરી રેન્જ ફોરેસ્ટની ઓફિસ ખાતે લવાયા હતા. માંડમાંડ પાંજરે પુરી ડોક્ટર પાસે સારવાર કરાવી હતી અને વનવિભાગે  રાહતનો દમ લીધો હતો.ઉનાળાની ધકધકતી ગરમીમાં પણ વનવિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરીને કંબોઈ ગૌરક્ષકોએ બિરદાવી હતી અને વનવિભાગનો આભાર માન્યો હતો. આમ એક ઘાયલ કપિરાજ માટે કંબોઈ ગૌસેવા તેમજ એક હોટેલ માલિકે સરસ રીતે સેવા આપી હતી. ત્યારે માનવધર્મ નિભાવી એક આગવી શૈલીમાં લગ્નની સીઝનમાં પણ લોકો પોતાના જીવનમાં સુખ અને સમૃદ્ધિને એક બાજુ રાખીને માનવ ધર્મ નિભાવે છે. 


Download Our B K News Today App



Related News