શ્રી કપિલમુનિએ આજ્ઞા કરીને પાંચ પાંડવોએ બંધાવ્યું કપિલેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-28 11:59:41
  • Views : 366
  • Modified Date : 2020-07-28 11:59:41

શ્રાવણ માસનાં છેલ્લાં સોમવારે ઐતિહાસિક રીતે અનોખું મહત્વ ધરાવતાં શિવ મંદિરે હૈયે હૈયું ભીંજાય એવી ભીડ જામી હતી. અને વહેલી સવારથી જ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. ત્યારે શ્રાવણ માસ દરમિયાન દરરોજ વૈદિક મંત્રોચ્ચારથી વહેલી સવારે
પૂજા પાઠ શરૂ કરવામાં આવે છે. આ વાત છે બનાસકાંઠા જિલ્લાની સરહદે વાવથી માત્ર પાંચ કિમીના અંતરે શ્રી કપિલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. લોકવાયકાઓ પ્રમાણે આશરે પાંચ હજાર વર્ષ પહેલાં મહાભારતનાં કાળમાં મહાન ઋષિ શ્રી કપિલમુનિનાં
તપોભૂમિ આશ્રમમાં પાંડવોનાં વનવાસ દરમિયાન શ્રી
કપિલમુનિની સેવામાં રહેલ તે સમયે શ્રી કપિલમુનિની આજ્ઞાથી સ્વંય પાંચ પાંડવોએ આ મંદિરનું નિર્માણ કર્યું હતું.
શ્રી  કપિલેશ્વર મહાદેવન મંદિરનાં શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા શ્રી કપિલમુનિએ કરી અને ત્યારથી શ્રી કપિલેશ્વર મહાદેવ નામ પડ્યું હોવાની
પણ લોકમાન્યતાઓ પણ છે.જેની પ્રતીતિ રૂપે આજે પણ ઉત્તર દિશામાં દિશા નામનું તળાવ અને એમાં પાંચ કુવાઓ આવેલ છે. જે ભીમે પોતાની
પાંચ આંગળીઓથી પાંચકુવા બનાવેલ છે. ત્યારે પાંચેય
પાંડવો અહીંયા મોઈ-દંડો પણ રમ્યા હોવાની લોક માન્યતાઓ છે.શ્રી કપિલેશ્વર મહાદેવનાં મંદિરની આસપાસમાં
બહુ-જૂનાં પથ્થર ઈંટ અને
બાંધકામ પણ મળી આવેલ છે. આવા અનેક પુરાવાઓને આધારે શ્રી કપિલેશ્વર મહાદેવ મંદિરની વિશાળ જગ્યા, નયનરમ્ય વાતાવરણ અને કલાત્મક કોતરણીવાળું અદ્દભુત મંદિર જોઈને એમ કહી શકાય છે કે, મહાભારતનાં કાળ દરમિયાન અહીંયા મોટું જંગલ હતું. અને પાંચ પાંડવોએ અહીંયા વનવાસ કર્યો હતો. અને
કપિલમુનીની આજ્ઞાથી અહીંયા આ મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે. શ્રી
કપિલેશ્વર મહાદેવનું મંદિર
પુરાતત્વ ખાતામાં પણ નોંધાયેલ છે.મંદિરની ફરતે બ્રહ્મા-વિષ્ણુ અને મહેશ (શંકર)ની ત્રણ મૂર્તિઓ છે. શ્રી કપિલેશ્વર મહાદેવ મંદિરનો જીણોદ્ધાર વિ.સં.૧૮૩૩ના સમયમાં શ્રી ગજેસિંહજીએ કરેલ છે. અને ત્યારબાદ પ.પૂ.બ્રહ્મલીન શ્રી આનંદપ્રકાશ બાપુ (એટા)નાં વરદ્દ હસ્તે અને એમની આજ્ઞા મુજબ વિ. સં.૧૯૭૦માં જીણોદ્ધાર કરેલ છે. ત્યારે આ શિવ મંદિર શ્રધ્ધાળુઓની
આસ્થાનું કેન્દ્ર બન્યું છે. મંદિર ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિઓ ચલાવવામાં આવે છે, પંખીઓને ચણ, શ્રધ્ધાળુઓ માટે વિનામૂલ્યે ભોજન વ્યવસ્થા અને પાણીની પરબ સહિત અનેક સેવાકીય પ્રવૃતિઓ ધમધમે છે

Download Our B K News Today App



Related News