કપાસની આવક શરૂ,પ્રતિમણે રૂ.900 થી1050 સુધીના પડ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-10 16:42:22
  • Views : 1427
  • Modified Date : 2019-10-10 16:42:22

એરંડાના ભાવમાં સટ્ટાખોરી સામે પાટણ માર્કેટયાર્ડના વેપારીઓ હડતાળ પર ઉતરી જતા ગંજ બજારમાં ધંધા-રોજગાર ઠપ્પ થઇ ગયા હતા સામે દિવાળીના તહેવારો આવતા હોવાથી ખેડૂતોને નાણાકીય તકલીફ ન પડે તે માટે બુધવારથી માર્કેટયાર્ડમાં એરંડા સિવાયની તમામ ખેતપેદાશોની ખરીદી શરૂ કરવામાં આવતા સુમસામ થઈ ગયેલું ગંજ બજાર ફરીથી ધમધમતું થયું હતું.જેમાં કપાસની આવક પણ વધારે રહી જ્યારે ભાવમાં પણ રૂ. 50 નો ફાયદો થઇ રહ્યો છે.બુધવારથી વેપારીઓએ હડતાળ સમેટી એરંડા સિવાયની કપાસ રાયડો બાજરી ઘઉં જીરું વરિયાળી સવા રજકો સહિતની ખેતપેદાશોની ખરીદી કરવામાં આવી હતી જેમાં કપાસ નો 1000 મણ થી વધુ જથ્થો આવ્યો હતો .કપાસના ભાવ ઊંચકાતાં ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો. વેપારી એસોસિયેશનના પ્રમુખ ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે કપાસના સરેરાશ ભાવ મણના 900 થી1050 સુધીના રહ્યા હતા ભાવ મા રૂ50 નો સુધારો છે. વરસાદના કારણે કપાસનો પાક બગડ્યો હોવાથી કપાસ વિણવામાં સમય લાગે છે જેના કારણે વધારે જથ્થો આવતા થોડો સમય લાગશે.

Download Our B K News Today App



Related News