સરસ્વતી તાલુકામાં પાછોતરા વરસાદથી કપાસના પાકને નુકસાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-28 12:13:34
  • Views : 414
  • Modified Date : 2019-09-28 12:13:34

સરસ્વતી તાલુકામાં ખેડૂતો દ્વારા સૌથી વધુ વાવેતર કપાસનું કરવામાં આવ્યું હતું. પરંતુ
પાછોતરા સતત વરસી રહેલા વરસાદ જાણે ખેડૂતોની દિવાળી બગાડવા વરસી રહ્યો છે. વરસી રહેલા વરસાદના કારણે વીણવા આવેલ કપાસનું રૂ પલળી રહ્યુ છે, જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સરસ્વતી તાલુકામાં ચાલુ સિઝનમાં ખેડૂતો દ્વારા ૫ હજાર ૫૬૦ હેકટર જમીન વિસ્તારમાં કપાસનું વાવેતર કરાયું છે.  
પાછોતરા વરસાદના કારણે છોડ ઉપરના ફુલ ખરી પડવા અને રૂ પલળી જવું આ બેવડો માર ખેડૂતો માટે ચિંતાનો વિષય છે.
આ બાબતે ભાટસણ સેજાના ખેતીવાડી ખાતાના ગ્રામસેવક રાયમલભાઇ પરમારે જણાવ્યું હતું કે ગત વર્ષે આ સમયે વરસાદ ન હતો એટલે ખેડૂતોને કપાસમાં સારી આવક થઇ હતી. પરંતુ ચાલું સિઝનમાં આ પાછોતરા વરસાદે કપાસ, બાજરી, જુવાર જેવાં પાકોને નુકસાન થવાનાં એંધાણ દેખાઇ રહ્યા છે.


Download Our B K News Today App



Related News