સરસ્વતી તાલુકામાં જીરાની કાપણીનો પ્રારંભ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-10 11:48:45
  • Views : 278
  • Modified Date : 2021-03-10 11:48:45

સરસ્વતી તાલુકાના ભાટસણ સેજાના ગામોમાં ખેડૂતો્‌ જીરાનો તૈયાર પાક લઇ રહ્યાં છે. સરસ્વતી  તાલુકાના ખેડૂતો દ્વારા ચાલું સિઝનમાં ૧૨૩૦ હેકટર જમીન વિસ્તારમાં ખાધાજીરાનુ વાવેતર થતાં તૈયાર જીરાનો પાક થતાં તેની કાપણી કરી થેસર મારફતે જીરાનો પાક લેવાઇ રહયો છે. ભાટસણ ગામના ખેડૂત અભુજી ગોબરજી ઠાકોરે જણાવ્યું હતું કે જીરાનો પાક ૫૦ થી ૬૦ ટકા ખેડૂતોનાં હાથમાં આવે છે જીરાની મોંઘી ખેતી ગણાય છતાં છેલ્લે ચરમી અથવા અન્ય રોગ બગાડી નાખે છે જેથી ખેડૂતોને ૨૦૦૦ ની જગ્યાએ એક મણનો ભાવ ૩૦૦૦  રૂપિયા ભાવ મળે તો જ પોસાય. ખારેડા ગામના ટ્રેક્ટર થેસર માલિક મહેશજી અમરતજી ઠાકોરે જણાવ્યું હતું કે એક વિઘા પ્રમાણે ત્રણ બોરી જેટલું
ઉત્પાદન જીરાનું થાય છે અને જે ખેતરોમાં ચરમીનો રોગ ન હોય તેવાં ખેતરોમાં ચારથી પાંચ બોરીઓ જીરાની ભરાય છે. એક બોરીમાં ૫૦ કિલો જીરૂ સમાય છે. ખેતીવાડી ખાતાના ગ્રામસેવક રાયમલભાઇ
પરમારે જણાવ્યું હતું કે  સરસ્વતી તાલુકાના કુલ ૧૪ સેજા વિસ્તાર આવેલ છે તેમાં વાયડ, ઉંદરા, વાગડોદ, ભાટસણ  સેજાના ગામડાઓમાં સૌથી વધારે ખાધાજીરાનંુ વાવેતર નોંધાયું છે.

Download Our B K News Today App



Related News