કોરોના કાળથી રાજ્ય સરકારની આવક ઘટતા મુખ્યમંત્રી અને ડે. મુખ્યમંત્રી બેફામ ખર્ચ સામે કાપ મૂકે તેવી શકયતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-18 12:17:59
  • Views : 598
  • Modified Date : 2020-06-18 12:17:59

દેશમાં કોરોના વાયરસના પગલે દેશનું અર્થતંત્ર છિન્નભિન્ન થઈ ગયું છે. ત્યારે નાછૂટકે ગુજરાતમાં હસમુખ અઢિયા કમિટી દ્વારા સૂચવેલ અનેક બાબતોને ધ્યાને રાખીને રાજ્ય સરકારે ખર્ચ કાપ મૂકીને તથા નવા ટેક્સ નાખીને આવક ઉભી કરવાના નવા સ્ત્રોત ઉભા કર્યા છે. ત્યારે શહેરમાં
મહાનગરપાલિકા, પાલિકા, જિલ્લા પંચાયતો, તાલુકા
પંચાયતોમાં પણ કાપકૂપ આવે તેવી શક્યતા જોવાઇ રહી છે. ત્યારે મહાનગરપાલિકાઓ દ્વારા થતા બેફામ ખર્ચાઓ
ઉપર લગામ લગાવવા હવે વિકાસના કામો પેન્ડિંગ અને કોરોનાની કામગીરીમાં વધુ
પૈસા વાપરવાનો નિર્ણય એટલે કે આરોગ્ય સંદર્ભ નિર્ણય લેવાય તેવું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે. મહાનગરપાલિકાઓ દ્વારા વિવિધ બગીચાના ટેન્ડરો ફૂટપાથોના ટેન્ડરો અને સ્માર્ટ સિટી જે શહેરોમાં કેન્દ્ર સરકાર દ્વારા કરોડોની આવેલી ગ્રાન્ટો બેફામ વપરાઈ રહી છે, તેની
પર લગામ કસવા મુખ્યમંત્રી તથા ડેપ્યુટી મુખ્યમંત્રીના ધ્યાને આવ્યું છે. ત્યારે હવે આવનારા સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા જે સ્માર્ટ સિટીમાં ખર્ચ કરવામાં આવ્યો છે અને કરોડોની જે
ગ્રાન્ટો ફાળવવામાં આવી છે તે કદાચ રાજ્ય સરકાર હવે મોનીટરીંગ કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. મહાનગર
પાલિકા, અમદાવાદ, રાજકોટ, વડોદરા, ગાંધીનગર સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત જે કરોડોના ખર્ચ કરવામાં આવ્યો છે અને રોડ રસ્તા પર જે
ફૂટપાથો બનાવવામાં આવ્યા બાદ તોડી નાખવામાં આવી અને બાંકડા જેવા તમામ વારંવાર થતા ખર્ચ સામે રાજ્ય સરકાર પણ લાલઘુમ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ રાજ્ય સરકારને પૈસા બચાવવા અનેક રીતે કાપ લાવી રહ્યા છે. ત્યારે બાપ કમાઈ કમાઈને ભેગું કરે ખર્ચમાં કાપ કૂપ કરે અને બેટાઓ અહીંયા બેફામ ખર્ચાઓ કરે તે હવે રાજ્ય સરકારના ધ્યાને પણ આવ્યું છે. જેથી હવે આવનારા રાજ્યમાં મહાનગર
પાલિકાથી લઈને સ્માર્ટસીટીનો દરજજો મળે તે મહાનગર
પાલિકાઓના ખર્ચમાં કાપ-કૂપ આવે તેવી શક્યતા જોવાઇ રહી હોય તેવું ચર્ચાઇ રહ્યુ છે.

Download Our B K News Today App



Related News