કનવરજી વાધણીયાના ફાર્મ પ્રાકૃતિક ખેતી પર તાલીમ રાખવામાં આવી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-02 11:14:19
  • Views : 265
  • Modified Date : 2022-08-02 11:14:19

કનવરજી વાધણીયાના ફાર્મ પ્રાકૃતિક ખેતી પર તાલીમ રાખવામાં આવી હતી

ડીસા તાલુકોએ વર્ષોથી ખેતી સાથે જોડાયેલો તાલુકો છે.મોટા ભાગે ડીસા તાલુકાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા છે.ત્યારે કનવરજી વાધણીયા (ખેડૂત સેલિબ્રિટી) ગામ - રાણપુર તા- ડીસા ના ફાર્મ પ્રાકૃતિક ખેતી પર તાલીમ રાખવામાં આવી હતી. જેમાં આપડા દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ના આઝાદીના ૭૫ વર્ષ ના દરેક ગામ મા ૭૫ ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી આપનાવે તે હેતુ થી મદદનીશ ખેતી નિયામક શ્રી ચિરાગભાઈ પટેલ દ્રારા પ્રાકૃતિક ખેતી ની માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ મહેશભાઈ રાજપુરિયા એટીએમ -ડીસા દ્રારા આત્મા યોજનાકીય માહિતી તેમજ જીવામૃત, બીજામૃત અને પ્રાકૃતિક ખેતી ના આયામો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ કનવરજી વાધણીયા દ્રારા ખેડૂતો ને આવક કેવી રીતે ડબલ થાય અને ખર્ચ કેવી રીતે ઘટે એ વિશે તેમજ જીવામૃત નો લાઈવ ડેમો કરીને એમને માહિતી આપેલ. આ મિટિંગ ની આયોજન અને સંચાલન કનવરજી વાધણીયા અને મહેશભાઈ રાજપુરિયા એટીએમ- ડીસા દ્રારા કરવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News