ડીસામાં કાનૂની શિક્ષણ શિબિર યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-27 11:45:28
  • Views : 436
  • Modified Date : 2019-04-27 11:45:28

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આયોજિત કાનૂની શિક્ષણ શિબિર અંતર્ગત ગતરોજ ડીસા કોર્ટ તેમજ પાલનપુર કોર્ટના સિનિયર અને જુનિયર વકીલો સાથે ડીસા મામલતદાર કચેરીની સામે આવેલ જેલમાં રહેલ કેદીઓ સાથે કાનૂનની સાચી જાણકારી મળે અને જે કેદીઓ આર્થિક રીતે ગરીબ અને શિક્ષણથી દુર રહેલ હોય તેવા કેદીઓને કાનૂનની સાચી સમજ માટે એક શિબિરનું આયોજન કરાયું હતું. આ શિબિરમાં સિનિયર વકીલ ત્રિકમ ત્રિવેદી, કૌશિક જોશી, રાજુ દવે અને જુનિયર વકીલ ચેતના ઠક્કર, દેવલ શુક્લ, કૌશલ્યા તેમજ ડીસા કોર્ટના કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ શિબિરના કારણે ઘણા સમયથી કાનૂનની અણસમજના કારણે જેલમાં સબડી રહેલ કેદીઓને મદદ થશે.


Download Our B K News Today App



Related News