ડીસા તાલુકાના કાંટ ગામે તાલુકા પીઆઇ ની બદલી થતાં સન્માન કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-01 11:58:08
  • Views : 315
  • Modified Date : 2022-09-01 11:58:08


ડીસા તાલુકાના કાંટ ગામે સ્થાનિક લોકો દ્વારા ડીસા તાલુકા પોલીસના પીઆઇ એમ જે ચૌધરીની ACBમાં બદલી થતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.


ડીસા તાલુકા પોલીસ મથકે છેલ્લા ઘણા વર્ષ સુધી ફરજ બજાવતા એમ જે ચૌધરી પોતાની ફરજ દરમ્યાન અનેક નિષ્ઠાવાન કાર્ય કર્યા હતા પીઆઇ તરીકે તેમના કાર્યકાળ દરમિયાન અનેક ગુનાહિત ઘટનાઓને ઝડપી પાડી લોકોને હંમેશા ન્યાય અપાવવાનું કાર્ય કર્યું હતું તેમની આ લોકચાહના ને લઈ આજે આજે વિવિધ સંસ્થાઓ અને પોલીસ જવાનો દ્વારા તેમની વિદાય થતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે ડીસા તાલુકાના કાંટ ગામે પણ ડીસા તાલુકા પોલીસના પીઆઇ એમ જે ચૌધરીની એસીબી પોલીસમાં બદલી થતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું તમામ લોકોએ એમ જે ચૌધરીને સાલ અને ફુલ માળા પહેરાવી સન્માન કર્યું હતું આજે યોજાયેલા આ કાર્યક્રમમાં કાંટ ગામ સહિત આજુબાજુના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તાલુકા પોલીસમાં જે પ્રમાણે એમજે ચૌધરીએ ફરજ બજાવી છે તેમજ એસીબીમાં પણ આ જ રીતે ફરજ બજાવી લોકોને ન્યાય અપાવે તેવી શુભકામનાઓ પાઠવી હતી

Download Our B K News Today App



Related News