ડીસા તાલુકાના કાંટ- કોટડા માર્ગ પર વરસાદી પાણી ભરાઈ રહેતા ગ્રામજનોને ભારે હાલતનો સામનો કરવો પડે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-09 19:28:03
  • Views : 286
  • Modified Date : 2022-08-09 19:28:03


ડીસા તાલુકાના કાંટ- કોટડા માર્ગ પર વરસાદી પાણી ભરાઈ રહેતા ગ્રામજનોને ભારે હાલતનો સામનો કરવો પડે છે સામાન્ય વરસાદમાં પણ એક ફૂટ જેટલું પાણી ભરાઈ જતા 300 થી પણ વધુ વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ પાણીમાં ચાલીને જવું પડે છે, જેથી ગ્રામજનો બે હાથ જોડી સરકાર પાસે પાકો માર્ગ બનાવવા માટેની માંગ કરી રહ્યા છે


ડીસા તાલુકાના કાંટ- કોટડા માર્ગ પર વરસાદી પાણી ભરાઈ રહેતા ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. દર વર્ષે ચોમાસામાં આ માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જાય છે અને અઠવાડિયા સુધી પાણી ન સુકાતા આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો અને વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે. ગઈકાલે પડેલા ભારે વરસાદને પગલે કાંટ- કોટડા માર્ગ પર એક ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે જેથી 300 થી પણ વધુ વિદ્યાર્થીઓએ એક ફૂટ પાણીમાં થઈને પસાર થવું પડે છે.તો કેટલાક વાલીઓએ જીવના જોખમે પણ વિદ્યાર્થીઓને શાળાએ મૂકવા જવું પડે છે આ બાબતે ગ્રામજનો એ સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ સહિત સરકારમાં રજૂઆત કરી હતી તેમ છતાં પણ હજુ સુધી પાકો માર્ગ બનાવવામાં આવ્યો નથી અને તેના કારણે દર વર્ષે ચોમાસામાં આ જ સ્થિતિનું નિર્માણ થાય છે અને ગ્રામજનોએ મહિનાઓ સુધી મુશ્કેલી વેઠવી પડે છે, આ અંગે ગ્રામજન હરચંદજી માળી અને તલાજી ઠાકોરે જણાવ્યું હતું કે સામાન્ય વરસાદમાં પણ આ માર્ગ પર પાણી ભરાઈ જાય છે અને વાહન ચાલકો ખેડૂતો, પશુપાલકો અને વિદ્યાર્થીઓએ મહામુસીબતે રસ્તો પસાર કરી શકે છે. જો વધારે પાણી ભરાઈ જાય તો અમારે 20 કિલોમીટર ફરીને જવું પડે છે આ માટે અમે સરકારમાં રજૂઆત કરી છે તેમ છતાં હજુ સુધી માર્ગ બનાવ્યો નથી ત્યારે અમારા ગ્રામજનોની માંગણીને ધ્યાને લઈ સરકાર જલ્દી આ માર્ગ બનાવે તેવી ગ્રામજનો ની બે હાથ જોડી વિનંતી છે


Download Our B K News Today App



Related News