કાણોદર ગ્રામ પંચાયત મોટી ગ્રામ પંચાયત છે પરંતુ કાણોદરમાં પાણી બરાબર ન પહોંચતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-30 10:40:37
  • Views : 251
  • Modified Date : 2022-05-30 10:40:37


કાણોદર ગ્રામ પંચાયત મોટી ગ્રામ પંચાયત છે તેમજ વિશ્વ પ્રસિદ્ધ કાણોદર ગામ છે તેમ છતાં પંચાયતના હોદ્દેદારો અને પદાધિકારીઓના અણઘડ વહીવટને કારણે કાણોદર ગામ આજદિન સુધી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે.

ગામમાં છેલ્લા કેટલાય મહિનાથી પીવાના તેમજ વાપરવાના પાણીની સમસ્યા છે જે દરેક મહોલ્લા પોળ અને સોસાયટીના રહીશોને આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ગ્રામજનોને સ્વખર્ચે પાણીના ટેન્કર મંગાવી પાણીનો વપરાશ કરવો પડી રહ્યો છે તેમ છતાં પંચાયતના સદસ્યો, સરપંચ, સેક્રેટરી કે વહીવટદારના પેટનું પાણી પણ હાલતું નથી. હાલમાં વહીવટદાર સાશન છે ત્યારે પણ કોઈ ર્નિણય લઈ શકતા નથી. જ્યારે સરપંચ કે પંચાયતની બોડી પણ પાંચ વર્ષોમાં લોકોની સમસ્યામાં કોઈ ફેર પાડી શકી નહોતી. સરપંચ બનવા લોકો પડાપડી કરતા હોય છે પરંતુ સરપંચ બન્યા પછી તેની જવાબદારી નિભાવવામાં પાછીપાની કરે છે.

આ બાબતે કાણોદર ગ્રામના જાગૃત નાગરિક જગદીશભાઈ સોનીએ પંચાયતને મૌખિક રજુઆત કરતા પંચાયતના અધિકારીઓએ સમસ્યાઓનો ટોપલો બોર ઓપરેટર ઉપર ઢોળ્યો હતો અને કહ્યું હતું કે બોરમાં પાણી પૂરતું મળતું નથી તેથી ગામમાં પહોંચાડી શકાતું નથી અને પાણીની સમસ્યા હલ થઈ શકતી નથી. આ બાબતને લઈને જગદીશભાઇ સોની દ્વારા પાણી પુરવઠાને પણ મૌખીક રજુઆત કરી હતી અને ગાંધીનગર સુધી રજુઆત કરવાની વાત હતી. 

Download Our B K News Today App



Related News