કાંકરેજ તાલુકામાં પ્રા.શિક્ષકોના વધઘટ કેમ્પમાં જગ્યાઓ દબાવી હોવાનું સામે આવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-20 14:34:05
  • Views : 358
  • Modified Date : 2020-01-20 14:34:05

કાંકરેજ તાલુકામાં પ્રાથમિક શિક્ષકોનો વધઘટ બદલી કેમ્પ ગત લર્ષે ફેબ્રુઆરીમાં થરાદ ખાતે રાખેલ જેમાં તાલુકામાં કેટલીક જગ્યાઓ હોવા છતાં શિક્ષકોને તાલુકા બહારના ઓર્ડરો કરી દીધા હતા. આ માટે જેતે શિક્ષકોએ પોતાને થયેલા અન્યાય માટે જેતે અધિકારી અને શિક્ષણ સમિતિમાં આધાર પુરાવા સાથે પોતાને થયેલ અન્યાય બાબતે રજૂઆતો કરી હતી. પણ ન્યાયને બદલે છૂટા કરી દેવાયા છે જેને લઈ બનાસકાંઠા જિલ્લાના શિક્ષણતંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે.આ બાબતે કાંકરેજના શિક્ષક અગ્રણી દશરથજી ઠાકોરે જણાવ્યું હતું કે જે હકદાર છે તેવા મિત્રોને ન્યાય મળવો જોઈએ. અમારી રજૂઆત છે કે હકદાર શિક્ષકોને ન્યાય નહીં મળે તો શિક્ષકોના તમામ સંગઠનો સાથે રાખી ન્યાયની માંગણી માટે ઉચ્કક્ષાએ રજૂઆતો કરવામાં આવશે. આવી સામાન્ય બાબતમાં કર્મચારીને કોર્ટમાં જઈ નાણાં અને સમયનો બગાડ કરવો વ્યાજબી નથી.


Download Our B K News Today App



Related News