કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી સબ માર્કેટયાર્ડમાં તમાકુની આવકમાં વધારો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-03 12:35:40
  • Views : 444
  • Modified Date : 2019-04-03 12:35:40


કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી સબ માર્કેટયાર્ડમાં આવેલ ભૈરવ ટ્રેડિંગમાં તમાકુની ૨૫૧ બોરીની આવક થઈ હતી અને તમાકુના ભાવ ૧૨૫૧ થી લઈ ૧૩૫૧ રૂપિયા બોલાયો હતો. ત્યારે ટૂંક સમયમાં જ શરૂ થયેલ સબ માર્કેટયાર્ડમાં ખેડૂતો માટે નજીકમાં તેમજ રોકડા નાણાં મળતા હોવાથી હવે શિહોરી સબ માર્કેટયાર્ડમાં પોતાના માલ લઈ આવે છે. ત્યારે પેઢીના માલિક ભરતભાઈ જોષી રણાવાડાએ જણાવ્યું હતું કે વધુ સારી રીતે ખેડૂતો માટે સુવિધાઓ મળી રહે તેવા પ્રયત્નો કરવા માટે માર્કેટયાર્ડ સજ્જ થઈ ખેડૂતોના પડખે ઉભા રહેશે અને વધુ નફો નહીં નુકસાનની નીતિ અપનાવી ખેડૂતોને સારા ભાવો બજારમાં ઉપલબ્ધ છે. આમ તમાકુની સિઝનમાં સારૂ એવું માર્કેટ રહે તેવી આશા વ્યક્ત કરી હતી.

Download Our B K News Today App



Related News