કાંકરેજના થરા નગરપાલિકાએ ટ્રાફિક સમસ્યા હલ કરવા લારીવાળાઓ અને રેકડી વાળાઓને હટાવી અન્ય જગ્યા ફાળવતા વિરોધ પ્રદર્શન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-07 12:28:43
  • Views : 250
  • Modified Date : 2021-12-07 12:28:43

કાંકરેજના થરા નગરપાલિકાએ ટ્રાફિક સમસ્યા હલ કરવા લારીવાળાઓ અને રેકડી વાળાઓને હટાવી અન્ય જગ્યા ફાળવતા વિરોધ પ્રદર્શન

 

શાકભાજી લારી અને રેકડી વાળાઓએ આજે બંધ પાળી મૂળ જગ્યા પર બેસવાની માંગ કરી

 

બનાસકાંઠાના થરા શહેરમાં નગરપાલિકા એ ટ્રાફિક ની સમસ્યા હલ કરવું માટે શાકભાજીની લારી વાળાઓ અને રેકડી ધારકો ને હટાવી અન્ય જગ્યા ફાળવતા રોષ ફેલાયો છે જેના વિરોધ માં આજે લારીવાળાઓ અને રેકડી ધારકોએ આજે ધંધા રોજગાર બંધ રાખી જ્યાં સુધી મૂળ જગ્યા પર ઊભા રહેવાની પરવાનગી નહીં આપે ત્યાં સુધી બંધ પાળવાની ચીમકી ઉચ્ચારી હતી.

 

કાંકરેજ તાલુકાના થરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે. ખાસ કરીને શહેરમાંથી પસાર થતાં ઓવરબ્રિજ નીચે તેમજ આજુબાજુ ના સર્વિસ રોડ પર શાકભાજી લારી વાળાઓ અને રેકડી ધારકો ઉભા રેહતા હોવાથી લોકોને દિવસે ટુ-વ્હીલર લઇને પણ પસાર થવું પણ મુશ્કેલી ભર્યું બની ગયો છે. ત્યારે આ ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે નગરપાલિકા એ તમામ લારી વાળાઓ અને રેકડી ધારકો ને હટાવી ઉભા રહેવા માટે તેઓને અન્ય જગ્યા ફાળવી દેતા રોષ ફેલાયો હતો. નગરપાલિકાએ અચાનક તમામ શાકભાજીની લારી વાળાઓ અને રેકડી ધારકોને હટાવી અન્ય જગ્યા ફાળવતા આજે તમામ લોકોએ તેમના ધંધા-રોજગાર બંધ રાખી વિરોધ દર્શાવ્યો હતો,  અને જ્યાં સુધી નગરપાલિકા તેઓને મૂળ જગ્યાએ ઊભા રહેવાની પરવાનગી નહીં આપે ત્યાં સુધી આ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી, જોકે આ મામલે નગરપાલિકાએ વ્યાપારીઓ અને લારીઓવાળા ઓ સાથે બેઠક યોજી યોગ્ય નિર્ણય કરવાની ખાત્રી આપી હતી.

Download Our B K News Today App



Related News