#કાંકરેજ તાલુકાના થરા નજીક #ઘાંઘોસવાસમાં અવારનવાર #શિક્ષકોની ગેરહાજરીની ફરીયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-28 19:46:28
  • Views : 427
  • Modified Date : 2019-06-29 18:41:38

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના થરા નજીક ઘાંઘોસવાસ પ્રાથમિક શાળામાં ઘોરણ 1 થી 5 નો અભ્યાસ સરેરાશ 40 થી 50 વિધાર્થીઓ કરે છે. આ માટે શિક્ષણ વિભાગથી બે શાળાનું મહેકમ મંજુર થયેલુ છે. જોકે, અવારનવાર એક શિક્ષકની ગેરહાજરી વચ્ચે શાળામાં શિક્ષણ ઉપર અસર થતી હોવાની ગામલોકોની ફરીયાદ છે. ચાલુ શાળાએ શિક્ષકો મોબાઈલનો ઉપયોગ કરતા હોવાથી અને વારંવાર રજા ઉપર જતાં વાલીઓ ત્રાહીમામ પોકારી ગયા છે.

 છેલ્લા ચાર દિવસથી એક શિક્ષક દ્વારા આખી શાળા ચાલી રહી છે ત્યારે ગ્રામલોકોએ આક્રમક બની વિધાર્થીઓ અને એસએમસીના સભ્યો સાથે શાળાની તાળાબંધી કરી છે. ગામલોકોનો આક્ષેપ છે કે, શિક્ષકો અનિયમિત હોવા સાથે શાળાના ગેટ નજીક અવારનવાર મોબાઇલ ઉપર વાતો કરતા જોવા મળે છે. જેની નારાજગીના ભાગરૂપે તાળાબંધી કરતા પંથકના શિક્ષણ આલમમાં ચકચાર મચી ગઇ છે.

આ સમગ્ર મામલે કાંકરેજ-શિહોરી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પ્રકાશ વણકરે જણાવ્યુ હતુ કે, એક શિક્ષક રજા ઉપર હોઇ આગામી ચાર દિવસમાં પરત આવી જશે. ગામલોકોએ નારાજગીના કારણો કયારેય કચેરી સુધી જણાવ્યા નથી. શાળામાં માત્ર બે શિક્ષકોનું મહેકમ નકકી થયેલુ છે.

Download Our B K News Today App



Related News