ગઢ વિસ્તારમાં બી.એસ.એન.એલ ના છ ટાવરનું વીજ કનેકશન કપાતા લોકોમાં હાલાકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-27 12:02:22
  • Views : 284
  • Modified Date : 2021-03-27 12:02:22

પાલનપુર તાલુકાના ગઢ વિસ્તારમાં આવેલા બી.એસ.એન.એલ.ના છ ટાવરના વીજ કનેક્શન નાણાં બાકી હોઇ વીજ કંપની દ્વારા વીજ કનેકશન કાપી દેવાતા સમગ્ર વિસ્તારમાં બી. એસ.એન.એલ.ના મોબાઇલ અને ઈન્ટરનેટ કનેકશન ઠપ્પ થઈ જતા  લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મોબાઇલ નેટવર્ક અને ઈન્ટરનેટ નેટવર્ક સદંતર બંધ થઈ જતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે સરકારી કંપની દ્વારા જાે વીજ કંપનીના વીજ બિલના ભરતા હોય અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે તો શરમજનક બાબત છે. લોકો દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે બી.એસ.એન.એલ.ના વાંકે અમારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
ત્યારે બી.એસ.એન.એલ. કંપની દ્વારા સત્વરે વિજબીલના નાણાં ભરી અને મોબાઇલ ટાવર તેમજ ઇન્ટરનેટ કનેક્શન ચાલુ કરવામાં આવે તેવી ગઢ વિસ્તારના સમગ્ર લોકોની માંગ છે.

Download Our B K News Today App



Related News