ડીસામાં ખાનગી કંપનીના ચાલી રહેલા કામથી લોકો પરેશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-05 11:05:17
  • Views : 394
  • Modified Date : 2021-01-05 11:05:17

 ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ખાનગી કંપની દ્વારા શહેરી વિસ્તારોમાં વાયર ખેંચવાનું તેમજ પાઈપલાઈન નાંખવાનું કામકાજ ચાલી રહ્યું છે. જે અંતર્ગત વારંવાર
પાણીની પાઈપો તૂટી જતા અનેક લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ક્રિષ્ના બંગ્લોઝ સોસાયટીના લોકોએ હંગામો કરી કામ બંધ કરાવ્યું હતું.
 ડીસા શહેરમાં હાલ અનેક ખાનગી કંપનીઓનો રાફડો ફાટયો છે. જેના કારણે હાલ તો અનેક લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે ડીસાની ક્રિષ્ના બંગ્લોઝ સોસાયટીમાં જીઓ કંપની દ્વારા હાલમાં રોડનો ખોદકામ કરી વાયરીંગ કરવાનું કામકાજ ચાલી રહ્યું છે. જેમાં ક્રિષ્ના બંગલોઝ
સોસાયટી માં ૨૦ થી ૨૫ જેટલા ખાડાઓ ખોદવામાં આવ્યા હતા અને ખાડાઓના ખોદકામ દરમિયાન પાણીની પાઈપલાઈન તૂટી જતા હજારો લીટર પાણી આ સોસાયટીમાં વેડફાય હતું. જેથી આ સોસાયટીના રહીશોને બહાર નીકળવામાં
પણ મુશ્કેલ બન્યું હતું. જેના કારણે સ્થાનિક લોકોમાં રોષ જાેવા મળ્યો હતો. આ બાબતે કોન્ટ્રાક્ટરને સોસાયટીના લોકો દ્વારા જાણ કરવામાં આવતા કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું કે, અમે નગરપાલિકાની પરમિશન લઇને આવ્યા છીએ. અને અમારે આ કામ પૂર્ણ કરવાનું છે જે બાદ અનેક લોકોએ
નગરપાલિકામાં રજૂઆત કરી હતી. તેમ છતાં પણ સ્થાનિક લોકોની વાત ન સાંભળતા આખરે કંટાળેલા ક્રિષ્ના બંગ્લોઝના લોકોએ આ તમામ કામકાજ બંધ કરાવ્યું હતું અને જ્યાં સુધી આ પાઇપલાઇનનું રીપેરીંગ કરવામાં નહીં આવે ત્યાં સુધી તમામ સાધનો જપ્ત કરવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News