જીઓ નેટવર્કની કામગીરી કરતા વેન્ડરોના કંપનીએ રૂપિયા ચાઉ કર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-12 11:50:28
  • Views : 316
  • Modified Date : 2021-02-12 11:50:28

રાજ્યમા જીઓ કેબલ નેટવર્કની કામગીરી કરનાર પ્રતાપ કન્સ્ટ્રક્શન કંપની સાથે કામગીરી કરનાર વેન્ડરો અને કર્મચારીઓના બાકી નિકળતા રૂપિયા આપવામાં ખો
આપવામાં આવી રહી છે. છેલ્લા બે વર્ષથી કર્મચારીઓ રૂપિયાની માંગ કરી રહ્યા છે. ત્યારે કર્મચારીઓના પગના ચંપલ ઘસાઇ જતા આખરે મુખ્યમંત્રી કાર્યાલયના દરવાજા ખટખટાવવામાં આવ્યા હતા. કર્મચારીઓએ નિરાકરણ નહિ આવે તો આત્મવિલોપન કરવાની પણ ચિમકી આપી હતી.
દેશના સૌથી ધનીક મુકેશ અંબાણીની કંપની જીઓ માટે કામગીરી કરનાર પ્રતાપ કંન્સ્ટ્રક્સન દ્વારા ૬૦ લાખ
રૂપિયા ચાઉ કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૧૮/૧૯થી વેન્ડર અને કર્મચારીઓ પ્રતાપ
કંપનીમાં બે વર્ષથી કામગીરી કરે છે. સમગ્ર રાજ્યમાં કામગીરી પુરી કરી દેવામાં આવી છે. કં૫નીએ જીઓ
પાસેથી રૂપિયા પણ લઇ લીધા છે. તેમ છતા કંપની દ્વારા કામગીરી પૂર્ણ કરનાર વેન્ડર અને કર્મચારીઓને રૂપિયા ચૂકવવામાં આવતા નથી.
કંપનીમાં કામગીરી કરનાર કર્મચારી પ્રવિણ ગેલોતે કહ્યુ હતુ કે, કંપની
પાસે છેલ્લા બે વર્ષથી
રૂપિયાની માગ કરી રહ્યા છીએ. પરંતુ નાણા આપવામાં આવતા નથી. ચોર કોટવાલ કો ડાટે તેવી રીતે કર્મચારીઓને ધાક ધમકી આપવામાં આવી રહી છે. જેને લઇને આજે ગુરૂવારે કર્મચારીઓ મુખ્યપ્રધાન
રૂપાણીને રજૂઆત કરવા
પહોંચ્યા હતા. કર્મચારીઓ દ્વારા ૬૦ લાખ રૂપિયા લેવાના બાકી નિકળી રહ્યા છે. જેને લઇને આત્મવિલોપન કરવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News