ઢીમા સહિત વાવ પંથકમાં કમોસમી વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-15 11:22:22
  • Views : 372
  • Modified Date : 2019-11-15 11:22:22

આંતરરાષ્ટ્રીય સરહદે આવેલ વાવ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં બે દિવસથી ભારે ગાજવીજ સાથે કમોસમી વરસાદને પગલે રવિ પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાનની ભીતિઓ સેવાઈ રહી છે.
તો વળી ખેડૂતોને મોઢે આવેલ કોળિયો છીનવાઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે બુધવારે મોડી સાંજે ભારે ગાજવીજ સાથે બરફનાં કરા
પડયા હતા. જેથી એરંડાના
પાકને ખુબ જ મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હતું. તો વળી ખેડૂતોના જણાવ્યાં અનુસાર દાડમના પાકમાં ફૂલો ફળ આવે તેની પહેલાં આવતાં ફૂલો પડી જવાથી ફળ પણ મોડું આવશે.ત્યારે સરહદી પંથકમાં જાણે કુદરત કોપાયમાન થયો હોય તેમ દિવાળી પછી કમોસમી વરસાદથી ખુબ જ વ્યાપક પ્રમાણમાં રવિ પાકને નુકસાન થશે.
વાવ તાલુકાના ઢીમા, તખતપુરા, સણવાલ, વાવ શહેર સહિત સમગ્ર પંથકમાં સાર્વત્રિક કમોસમી વરસાદને
પગલે ધરતીપુત્રોમાં ભારે નિરાશા વ્યાપી છે. તો વળી કુદરતની સામે લાચાર ખેડૂત માત્ર પરમાત્માને પ્રાર્થના કરી રહ્યા છે કે એક વર્ષની પુરી કમાણી શિયાળુ પાકથી મળતી હોય છે.  એના દ્વારા પોતાનું ગુજરાન ચલાવતા હોય છે ત્યારે મોંઘા ભાવના બિયારણ અને ખેડ, ખાતરનો ખર્ચ કરીને શિયાળુ સીઝન બગડશે. ત્યારે બે દિવસ અગાઉ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા માત્ર ખેડૂતોને ૭૦૦ કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. ત્યારે ખેડૂતો સુધી કેટલાં રૂપિયા પહોંચશે તેવું ધરતીપુત્રોએ જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News