ડીસાના ધારાસભ્યના હસ્તે વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-03 12:22:20
  • Views : 434
  • Modified Date : 2021-01-03 12:22:20

 ડીસાના ધારાસભ્ય
શશીકાંત પંડયાના હસ્તે
શનિવારના રોજ ડીસા શહેરમાં થયેલા વિવિધ વિકાસના કામોના લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથોસાથ ડીસાના ધારાસભ્ય આગામી સમયમાં યોજાનાર નગરપાલિકાની ચૂંટણીમાં ફરી એકવાર ડીસા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાશે તેમ જણાવ્યું હતું.
ડીસા શહેરમાં જ્યારથી ભાજપનું શાસન આવ્યું છે ત્યારેથી ડીસા શહેરમાં વિકાસમાં મોટા ફેરફાર જાેવા મળ્યા છે. ડીસા
નગરપાલિકાના પાંચ વર્ષના શાસનકાળ દરમિયાન ભાજપ દ્વારા અનેક વિકાસના કામો કરવામાં આવ્યા છે. ખાસ કરીને ડીસા શહેરમાં કરોડોના ખર્ચે તમામ વોર્ડના નવા રોડ તૈયાર કરવામાં આવ્યા છે.
ઉપરાંત ૫૦ કિલોમીટર ગટરનું કામ પણ હાલમાં પૂર્ણ કરવામાં આવ્યું છે. આ
ઉપરાંત વર્ષોથી લોકો લાઇટ વગર પોતાના વિસ્તારમાં રહેતા હતા. તે તમામ વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા લાઇટનું કામ પણ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. ઠંડી હોય કે ગરમી હોય ડીસા શહેરમાં અનેક ભિક્ષુકો રોડ પર નજરે
પડતા હોય છે ડીસામાં પ્રથમવાર નાઈટ સેન્ટર હોમ શરૂ કરવામાં આવશે તેનાથી આવનારા સમયમાં ગરીબ લોકોને મોટો ફાયદો થઇ શકે તેમ છે. પાંચ વર્ષ ભાજપ શાસન દરમિયાન ડીસા શહેરને અનેક વિકાસના કામો મળ્યા છે.

Download Our B K News Today App



Related News