સાંગલા ગામમાં વિકાસના કામોમાં મીંડું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-05 11:31:42
  • Views : 477
  • Modified Date : 2019-11-05 11:31:42

પાલનપુર તાલુકાના સાંગલા ગામના  સરપંચ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતને કારણે લાખો રૂપિયાની આવતી ગ્રાન્ટોની મધ્યમ પ્રમાણમાં ગામડાના અભણ લોકોની દેખાય તેવું કામ કરી બાકીની રકમ પોતાના ઘરે મૂકી દે છે. ગ્રામ પંચાયતનું મકાન પણ અન્ય લોકોને રહેવા માટે આપી દેવામાં આવે છે. જે રોડની સાઈડમાં કામ કરતા મજુરોને રહેવા માટે આપેલ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સ્વરછ ભારત અભિયાન સફળ થઈ રહ્યુ છે તો બીજી બાજુ જોવા જઈએ તો જાહેર રસ્તા ઉપર મોટા મોટા કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. જેથી લોકોના સ્વાસ્થ્યને નુકસાન થાય તો કોની જવાબદારી. ચૂંટાઈ આવેલા પાલનપુર તાલુકાના સાંગલા ગામના સરપંચની આળસ દેખાઈ આવી છે. ટૂંક સમયમાં ગ્રામ પંચાયતમાં પાકી દિવાલનું કામકાજ કરવામાં આવ્યું હતું જે નમૂના તરીકે બનાવવામાં આવેલ છે. જેની થોડા જ વરસાદમાં થતાં દિવાલ  ભાંગી પડી હતી. ગ્રામ પંચાયતમાં કે આસપાસ  કોઇપણ પ્રકારની સાફ-સફાઇ કરવામાં આવતી નથી. ગંદકીનો  મોટા પ્રમાણમાં માહોલ જોવા મળે છે. આ સરપંચ  દ્વારા સાફ સફાઈ કરાવવામાં આવતી નથી. રોડ, સ્ટ્રીટ લાઈટ જેવી સુવિધાઓનો પણ અભાવ છે તો આ ગામમાં સ્ટ્રીટ લાઈટ, રોડ જેવી અનેક સુવિધાઓ ઝડપથી થાય તેવી ગામલોકોની માંગ ઉઠવા પામી છે.

Download Our B K News Today App



Related News